અમદાવાદના દંપતિના ઘરે લગ્નના 17 વર્ષ બાદ પણ નહોતું બંધાયું પારણું, રાખી મોગલ માંની માનતા અને પછી….

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. આપણે આજે આવા જ એક ઘામ વિશે વાત કરીશું જે કચ્છ જીલ્લાના સામખીયારીથી ચાલીસ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકામાં આવેલ છે. અમે વાત કરી રહ્યા છીએ ‘કબરાઉ’ માં આવેલ શ્રી “મોગલ ધામ” ની.

Advertisement

શ્રી મોગલધામ કબરાઉની પાવન ભૂમિમાં શ્રી મોગલ માતાજીની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન કરવા આવે છે. વિશેષ વાત તો એછે કે આજ દિવસ સુધી કોઈ ભક્ત માના ચરણોમાંથી દુઃખી થઈને પાછો ફર્યો નથી. આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે

Advertisement

મોગલ માં વિષે વાત કરીએ તો આપણે બધાં જાણીએ છીએ કે આજથી નહિ પરંતુ વર્ષોથી મોગલ માં ભકતોની સમસ્યા દુર કરે છે. મોગલ માં પર અતૂટ વિશ્વાસ હોય તો તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભકતો પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના સાનિધ્યમાં શિષ ઝૂકાવવા આવે છે. માં મોગલની સાચા મનથી માનતા કરનાર અને યાદ કરનારની દરેક મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે.

હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદથી એક વાલ્મિકી પરિવારના ઘરે માં મોગલની માનતાથી 17 વર્ષે પારણું બંધાયું છે. લગ્નના 17 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો છે. પરિવાર મોગલમાં ની માનતા પૂરી કરવા માતના ચરણોમાં આવે છે. ત્યારે મણીધર બાપું કહે છે નાના માણસોમાં મોગલામાં બહુ કામ કરે છે.

આ દીકરીનો જન્મ કોઈ ચમત્કાર નથી પણ આ તમારો મોગલમાં પરનો વિશ્વાસ છે. પૈસો ક્યાંય કામ આવતો નથી પણ તમારો વિશ્વાસ કામ આવશે. પછી મણીધર બાપુ કહે છેકે આ દીકરીનું નામ મેઘના રાખજે અને દીકરીના માથે હાથ મૂકીને મણીધર બાપુ આશિર્વાદ આપે છે.

મણીધરબાપું મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને કહે છે કે જો તમે માં મોગલને સાચા મનથી માનશો તો મંદિરમાં આવવાની પણ જરૂર નથી. માનતા ના રૂપિયા કે વસ્તુને મોગલ માના મંદીરમાં રાખવામાં આવતી નથી જે માનતા કરવાં આવે તેમની બહેન-દીકરીઓને પાછી આપવામા આવે છે.

અને સાથેજ તેમની માનતા પુરી થઈ ગઈ એમ કહી ને મણીધરબાપુ તેમની વસ્તુ કે રૂપિયા પાછા આપી દેવામાં આવે છે. સૌ કોઈ જાણે જ છેકે કબરાઉ મોગલ ધામમાં મોટી સંખ્યામાં ભકતો દર્શન કરવા અને માનતા કરવા દોડી આવે છે

Advertisement

Leave a Reply

error: Content is protected !!