બે અઠવાડિયાથી ભૂખી 20 બિલાડીઓ માલકિનનો જ મૃતદેહ ખાઈ ગઈ, નજારો જોઈ પોલીસ પણ થઈ ગઈ સ્તબ્ધ
એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાના મૃતદેહને તેની પાલતુ બિલાડીઓ ખાઈ ગઈ. ઘરમાં એકલી રહેતી મહિલાનું બે અઠવાડિયા પહેલાં જ મોત થઈ ગયું હતું. જેના પછી તેની 20 પાલતુ બિલાડીઓ તેના મૃતદેહને ખાવા લાગી. બિલાડીઓ બે અઠવાડિયા સુધી મહિલાના મૃતદેહને ખાતી રહી. જ્યારે પોલીસને મૃતદેહ મળ્યો ત્યાં સુધીમાં બિલાડીઓ મૃતદેહનો મોટાભાગનો હિસ્સો ખઈ ચૂકી હતી.
ઘરમાં પ્રવેશતા જ પોલીસ સ્તબ્ધ થઈ ગઈ
મૃતકની સાથે કામ કરનારી એક મહિલાનો ઘણા દિવસ સુધી સંપર્ક ન થતાં તે તેણે મળવા ઘરે ગઈ હતી. જ્યાં આ નજારો જોઈ તેના હોશ ઉડી ગયા હતા. મહિલાના મૃતદેહને બિલાડીઓ ખઈ રહી હતી. તેનો મૃતદેહ ક્ષત-વિક્ષત થઈ ચૂક્યો હતો. જેના પછી મહિલાએ પોલીસને સૂચના આપી.
બીલાડીઓને બ્રીડિંગ કરાવતી હતી મહિલા
એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રોસ્તોવ વિસ્તારની રહેવાસી મહિલા પોતાના ઘરમાં જ બિલાડીઓનું બ્રીડિંગ સેન્ટર ચલાવતી હતી. તેના ઘરમાં મેન કૂન પ્રજાતિની 20 બિલાડી હતી. મેન કૂન પ્રજાતિની બિલાડીઓ સામાન્ય બિલાડીઓની સરખામણીએ મોટા કદની અને આક્રમક હોય છે. રશિયાના લોકો તેને પાળવાનું પસંદ કરે છે.
ખાવાનું ન મળતા માલકિનને ખાવા લાગી
આ બનાવ રશિયાનો છે. પોલીસના અનુસાર, મહિલાનું મૃત્યુ લગભગ 2 અઠવાડિયા પહેલા થઈ ગયું હતું. તે પોતાના ઘરમાં એકલી રહેતી હતી. તેના મૃત્યુ પછી 20 બિલાડીઓને ખાવાનું નહોતું મળી રહ્યું. આવી સ્થિતિમાં ભૂખી બિલાડીઓએ પોતાની માલકિનની લાશને ખાવાનું શરૂ કરી દીધું. બે અઠવાડિયામાં મહિલાના શરીરનો માત્ર થોડો હિસ્સો જ બચ્યો હતો.