ઘરના ધાબે પડ્યો એવો પથ્થર કે રાતોરાત આ ગરીબ થઈ ગયો કરોડપતિ

એક કહેવત તો તમે જરૂર સાંભળી હશે કે ઊપર વાળો જ્યારે આપે છે ત્યારે છત ફાડીને આપે છે. આ વાત બિલકુલ સાચી સાબિત થઈ છે ઈન્ડોનેશિયાના એક યુવક જોસુઆ હુલાગલંગુ માટે. તે કોફિન બનાવવાનું કામ કરતો હતો અને ગણતરીની મિનિટોમાં કંગાળથી સીધો કરોડપતિ બની ગયો.

થયું એવું કે, 33 વર્ષના જોસુઆ જ્યારે પોતાના ઘરમાં એક દિવસ કામ કરી રહ્યા હતા એ દરમિયાન આકાશમાંથી એક એવી વસ્તુ પડી જેણે તેને 10 કરોડ રુપિયાનો માલિક બનાવી દીધો.

જોસુઆના ઘરમાં આકાશમાંથી ખૂબ જ દુર્લભ ઉલ્કાપિંડનો એક એવો ટુકડો પડ્યો જેણે તેને કંગાળથી કરોડપતિ બનાવી દીધો. આ ઉલ્કાપિંડનો ટુકડો લગભગ 4 અરબ વર્ષ જૂનો હતો. જેના કારણે તેની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી.

ઉલ્કાપિંડ પડતા જોસુઆના કોલાંગ સ્થિત ઘરની છતમાં કાણું પડી ગયું. જે સમયે આ પથ્થર આકાશમાંથી પડ્યો એ સમયે જોશુઆ કોફિન બનાવવાનું કામ જ કરી રહ્યો હતો. ઉલ્કાપિંડનું વજન 2 કિલોથી વધુ હતો અને જ્યારે તે છત તોડીને પડ્યો તો તે 15 સેમી સુધી જમીનમાં ધસી ગયો.

આ ઉલ્કાપિંડના બદલે જોસુઆને લગભગ 14 લાખ પાઉન્ડ(10 કરોડ રૂપિયા) મળ્યા. આ અત્યંત દુર્લભ પ્રજાતિ ગપાનાનો જણાવવામાં આવે છે જેના કારણે તેની કિંમત 857 ડૉલર પ્રતિગ્રામ છે. જોસુઆએ જણાવ્યું કે પથ્થર જે સમયે પડ્યો એ સમયે તે ગરમ હતો બાદમાં તે ઠંડો થઈ ગયો.

Leave a Reply

You cannot copy content of this page