‘શગુન’ હાલમાં છે પ્રેગ્નન્ટ, પતિને કિસ કરી તો પેટમાં રહેલા બાળકે…

ટીવીની જાણીતી સીરિયલ ‘નાગિન’ ફેમ અભિનેત્રી અનિતા હસનંદાની હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. આ વાતની જાણકારી તેણે કેટલાક દિવસો પહેલા જ પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર આપી હતી. આ ખબર સામે આવતા ચાહકોએ અને સેલેબ્સે તેને વધામણી આપી હતી. પ્રેગનેન્સી અનાઉન્સ કર્યા બાદ અનિત સતત પોતાની બેબી બંપ સાથેની તસવીરો શેર કરી રહી છે.

આ વચ્ચે અનિતાએ પતિ રોહિત રેડ્ડી સાથે એક રોમાન્ટિક તસવીર શેર કરી છે. આ સાથે તેણે એક ખાસ કેપ્શન આપ્યું છે. અનિતા હસનંદાનિએ પતિ રોહિત રેડ્ડી સાથે પોતાની એક રોમાન્ટિક તસવીર પોસ્ટ કરી છે. જેમાં રોહિત અનિતાને કિસ કરતા નજર પડી રહ્યા છે. આ તસવીરને શેર કરતા અનિતાએ કેપ્શનમાં લખ્યું કે, “મે જ્યારે પણ કિસ કરી છે ત્યારે બેબીને કિક મારતું મહેસૂસ કર્યું છે.

આ મારા માટે ખૂબ જ અદ્ભૂત અને એક્સાઈટમેન્ટથી ભરપૂર અનુભવ છે. આ લાગણીને હું શબ્દોમાં નથી વર્ણવી શકતી. દરેક માતા આ લાગણીને મહેસૂસ કરી શકે છે. જેને હું મહેસૂસ કરી રહી છું.” તમને જણાવી દઈએ કે અનિતાએ પોતાની પ્રેગનેન્સીની ખબર એક વીડિયોના માધ્યમથી ચાહકો સાથે શેર કરી હતી. તો પોતાની ટીવી સીરિયલ સાથે તે અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

અનિતા પૉપ્યુલર સીરિયલ ‘નાગિન 4’માં નજર આવી હતી. જેમાં તેણે વિશાખા ખન્નાનો કિરદાર નિભાવ્યો હતો. આ સિવાય ગયા વર્ષે નચ બલિયે 9માં બંનેને જોડી ખૂબ જ હિટ થઈ હતી. આ સિવાય તે યે હૈ મોહબ્બતેં, કાવ્યાંજલિ, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી અને કસમ જેવા ટીવી શોનો ભાગ રહી ચુકી છે.

One thought on “‘શગુન’ હાલમાં છે પ્રેગ્નન્ટ, પતિને કિસ કરી તો પેટમાં રહેલા બાળકે…

Leave a Reply

You cannot copy content of this page