50 વર્ષથી વ્યક્તિના નાકમાં ફસાયેલી હતી આ વસ્તુ, વસ્તુ જાઈને ડોક્ટર પણ થઈ ગયા હતા આશ્ચર્યચકિત

રશિયાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 59 વર્ષના વ્યક્તિ શ્વાસ લેવામાં તકલીફ પડતા કરતા તે ડોક્ટર પાસે ગયો હતો. વ્યક્તિએ કહ્યું કે તે જમણા નસકોરામાંથી શ્વાસ લઈ શકતો નથી. સારવાર દરમિયાન જ્યારે ડોકટરોએ વ્યક્તિના નાકની તપાસ કરી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વ્યક્તિના નાકમાં એક સિક્કો ફસાઈ ગયો હતો જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

વ્યક્તિએ ડોક્ટરને જણાવ્યું હતું કે જ્યારે તે છ વર્ષનો હતો ત્યારે આકસ્મિક રીતે તેના નાકમાં એક સિક્કો ફસાઈ ગયો હતો.  મમ્મી ગુસ્સા થશે એવા ડરથી તેણે આ વાત તેની મમ્મીને ના કરી. આ ત્યારબાદ તે પોતે જ ભૂલી ગયો કે સિક્કો તેના નાકમાં અટવાઇ ગયો છે.

આ વ્યક્તિ 50 વર્ષ સુધી શ્વાસ લેવા કોઈ તકલીફ ન થઈ,અડધી સદી વીતી ગયા પછી જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી, ત્યારે તે ડોક્ટર પાસે ગયો. હોસ્પિટલમાં, ડોકટરોએ તેના નાકને સ્કેન કર્યું, જેમાં સિક્કો જેવી કોઈ વસ્તુ ફસાયેલી જોવા મળી.

આટલા વર્ષોથી નાકમાં સિક્કો ફસાવાને કારણે તેની આસપાસ પથ્થર જેવી રચના થઈ ગઈ હતી. જેના કારણે વ્યક્તિ શ્વાસ લઈ શકતો ન હતો. ડોક્ટરોએ ખૂબ કાળજી સાથે ઓપરેશન દ્વારા આ સિક્કો નાકમાંથી બહાર કાઢ્યો હતો.

જ્યારે આ સિક્કો વ્યક્તિના નાકમાં ફસાયો હતો,ત્યારે તેનું મુલ્ય એક પૈસાની આસપાસ હતી. આ સિક્કો વ્યક્તિના નાકમાંથી 53 વર્ષ પછી બહાર કાઢવામાં આવ્યો હતો. ઓપરેશન કરનારા ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશન સફળ રહ્યું હતું અને વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ વ્યક્તિ હવે આરામથી શ્વાસ લઈ શકે છે.

આ અગાઉ 2015 માં પણ એક આવો કિસ્સો સામે આવ્યો હતો જેમા 51 વર્ષિય સ્ટીવ ઇસ્ટને છીંકમાં રમકડાનો ટુકડો નીકળ્યો  હતો. સ્ટીવ જ્યારે 7 વર્ષનો હતો ત્યારે આ ટુકડો તેના નાકમાં અટકી ગયો હતો. તે સમયે તેના માતાપિતા તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ડોકટરો તેને તેના નાકમાંથી કાઢી શક્યા ન હતા.

આને લીધે, ઇસ્ટનને ઘણીવાર માથાનો દુખાવો અને સૂંઘવામાં તકલીફ થતી હતી. તે આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતો કે આ કટકો 44 વર્ષથી તેના નાકમાં અટવાયેલો હતો

Leave a Reply

You cannot copy content of this page