ક્યારેય વિચાર્યું છે કે સંસદભવનમાં પંખા કેમ ઊંધા લટકાવેલા હોય છે? મગજ પર બહુ ભાર ના આપો અને ક્લિક કરો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના રાયસીના વિસ્તારમાં આવેલું સંસદ ભવનને જોવા માત્ર ભારતીયો જ નથી જતા પરંતુ ફોરેનથી પણ પ્રવાસીઓ આવે છે. ભારતના સંસદને જોવા લોકો એ માટે પણ આવે છે કે કારણ કે સંસદના બંને સદન લોકસભા તથા રાજ્યસભા અહીંયા જ છે.

સંસદભવનનો પાયો 12 ફેબ્રુઆરી, 1921ના રોજ ડ્યૂક ઓફ કનાટે નાખ્યો હતો. સંસદભવનનો નકશો બે જાણીતા આર્કિટેક્સ સર એડવિન લુટિયંસ તથા સર હર્બર્ટ બેકરે તૈયાર કર્યો હતો. સંસદ ભવન બનતા છ વર્ષ થયા હતાં અને તેનું ઉદ્ધઘાટન ભારતના તત્કાલિન ગર્વર્નર જનરલ લોર્ડ ઈર્વિને 18 જાન્યુઆરી, 1927માં કર્યું હતું. આજે અમે ભારતના સંસદ ભવનના સેન્ટ્રલ હોલ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવીશું.

આપણા ઘરમાં પંખાઓ સીલિંગ સાથે હોય છે અને નીચેની તરફ હોય છે પરંતુ સંસદભવનમાં પંખા જમીન પર છે મૂકવામાં આવ્યા છે એટલે કે તે ઊંધા છે. જો તમે ક્યારેય પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલની તસવીર જોઈ હશે તો ત્યાં લાગેલા પંખાને ખાસ જોજો. અહીંયા તમામ પંખા છતને બદલે જમીન પર થાંભલા સાથે ઉલટા લગાવવામાં આવેલા છે. આ પાછળ ચોક્કસ કારણ રહેલું છે.

ઈતિહાસકારના મતે, જ્યારે સંસદભવન બનતું હતું ત્યારે તેની અસલી ઓળખ તેનો ગુંબજ હતો. ગુંબજ ઘણી જ ઊંચાઈ પર બનાવવામાં આવ્યો હતો. સીલિંગ ઊંચી હોવાને કારણે પંખા લગાવવા શક્ય નહોતાં. લાંબા દંડાને સહારે પંખા સીલિંગમાં લગાવવામાં આવે તો સેન્ટ્રલ હોલની સુંદરતા ખરાબ થઈ શકે તેમ હતી. આથી જ પંખાને જમીન પર થાંભલાની મદદથી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ભારતના સંસદભવનનું નિર્માણ મંદિરની જેમ કરવામાં આવ્યું છે, આનું નામ ચૌસઠ યોગિની મંદિર છે. ભારતમાં કુલ 4 ચૌસઠ યોગિની મંદિર છે, જેમાં 2 મધ્યપ્રદેશમાં અને 2 ઓરિસ્સામાં છે. મધ્યપ્રદેશના મુરૈના સ્થિત મંદિરને પ્રાચીન મંદિર માનવામાં આવે છે. વર્ષ 1323માં વૃત્તીય આધાર પર બનેલું આ મંદિર પોતાની વાસ્તુકળા તથા સુંદરતા માટે જાણીતું છે. આ મંદિરમાં 64 રૂમ છે અને દરેક રૂમમાં એક-એક શિવલિંગ છે. મંદિરમાં 200 દાદરા છે.

બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયંસ તથા સર હર્બર્ટ બેકરે આ મંદિરને આધાર માનીને ભારતના સંસદભવનનું નિર્માણ કર્યું છે. આ મંદિરના વૃત્તીય આધારની જેમ જ સંસદ ભવન પણ 101 થાંભલા પર ટકેલં છે. અહીંયા બાલુઈ પથ્થરમાંથી બનેલા 144 સ્તંભ પણ છે. પ્રત્ય સ્તંભની ઊંચાઈ 27 ફૂટ છે અને છ એકરમાં ફેલાયેલા આ સંસદભવનનું મુખ્ય આકર્ષણ તેનો ગુંબજ છે. સંસદભવનમાં કુલ 12 દ્વાર છે, જેમાં સંસદમાર્ગ પર સ્થિત દ્વાર નંબર 1 મુખ્ય દ્વાર છે.

એક્સપર્ટના મતે, સંસદભવનના આ પંખા શરૂઆતથી જ ઊંધા છે. સંસદભવનની ઐતિહાસિકતા બનાવી રાખવા માટે આની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી અને આજે પણ પંખાને આ જ રીતે રાખવામાં આવ્યા છે.

Leave a Reply

You cannot copy content of this page