8 અઠવાડિયાના બાળકને આપવામા આવશે 16 કરોડનું ઈંન્જેક્શન, કિંમત સાંભળીને નહીં થાય વિશ્વાસ

બ્રિટનમાં ફક્ત માત્ર 8 અઠવાડિયાના બાળકને વિશ્વનું સૌથી મોંઘું ઇન્જેક્શન આપવામાં આવશે. હવે તમે વિચારતા જ હશો કે આ માસુમ બાળકને ક્યો રોગ હશે કે જેના લીધે તેને 16 કરોડનું ઈંજેક્શન આપવામાં આવશે. આ રોગનું નામ છે જેનેટિક સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી એટલે કે SMA

શું છે SMA
16 કરોડનું ઈંજેક્શન સાંભળીને તમને લાગ્યું હશે કે દુનિયામાં એવી પણ કોઈ બિમારી છે જે કેન્સર કરતા વધારે ખતરનાક છે, જેની સારવાર ખૂબ મોંઘી છે. સૌ પ્રથમ વાત કરીએ કે SMA કેવા પ્રકારની બિમારી છે અને તે શા માટે થાય છે તે વિશે વાત કરીશું. જેનેટિક સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી એટલે કે SMA શરીરમાં એસએમએન -1 જનીનના અભાવને કારણે થાય છે.

આનાથી છાતીના સ્નાયુઓ નબળા પડે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ રોગ મોટે ભાગે બાળકોને થાય છે અને પછી મુશ્કેલી વધી જતાં દર્દી મરી જાય છે. બ્રિટનમાં આ રોગ વધુ છે અને દર વર્ષે ત્યાં લગભગ 60 બાળકો આ બિમારી લઈને જન્મે છે. આ રોગનું ઇન્જેક્શન શા માટે વિશ્વમાં સૌથી મોંઘું છે.

શા માટે આ રોગનું ઇન્જેક્શન વિશ્વમાં સૌથી મોંઘું છે
બ્રિટનમાં વધુ બાળકો આ બિમારીથી પીડિત છે, પરંતુ તેની દવા ત્યાં બનાવવામાં આવતી નથી. આ ઈંજેક્શનનું નામ જોલગેનેસ્મા છે. બ્રિટનમાં આ ઇન્જેક્શન યુ.એસ., જર્મની અને જાપાનમાંથી સારવાર માટે આવે છે. આ ઇંજેક્શન ફક્ત એક જ વાર આ રોગથી પીડાતા દર્દીને આપવામાં આવે છે, તેથી જ તે એટલું મોંઘું છે, કારણ કે  જોલગેનેસ્મા ત્રણ જીન ઉપચારમાંની એક છે જેને યુરોપમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ રોગની સારવાર ત્રણ વર્ષ પહેલાં સુધી શક્ય નહોતી, પરંતુ 2017માં ખૂબ સંશોધન અને પરીક્ષણ પછી તે સફળ રહ્યું હતું અને ઈન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. 2017માં 15 બાળકોને આ દવા આપવામાં આવી હતી,જેના લીધે બધા 20 અઠવાડિયાથી વધુ સમય સુધી જીવિત રહ્યા હતા.

Leave a Reply

You cannot copy content of this page