15 હજાર કરોડની કંપનીને વેચવી પડી હતી ફક્ત 73 રૂપિયામાં, કોણ છે આ ભારતીય મૂળના અબજોપતિ

UAEમાં હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં ઘણી જ સંપત્તિ બનાવનારા 77 વર્ષના શેટ્ટી પ્રથમ ભારતીય છે. એવું કહેવામાં આવે છે કે શેટ્ટી 70ના દાયકામાં માત્ર આઠ ડોલર લઈને UAE પહોંચ્યા હતા અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1970માં એનએમસી હેલ્થની શરૂઆત કરી હતી, જે પછીથી વર્ષ 2012માં લંડન સ્ટોક એક્સચેંજમાં લિસ્ટ થયા પહેલાં તે દેશની પોતાની પ્રથમ કંપની બની.

બી.આર.શેટ્ટીએ 1980માં અમીરાતનો સૌથી જૂનો રેમિટન્સ બિઝનેસ યુએઈ એક્સચેંજની શરૂઆત કરી હતી. યુએઈ એક્સચેંજ, યુકે સ્થિત એક્સચેંજ કંપની ટ્રૈવલેક્સ અને ઘણા નાના-નાના પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ અને શેટ્ટીની ફિનાબ્લર સાથે મળીને 2018માં જાહેર થયા હતા.

UAEમાં ભારતીય મૂળના અબજોપતિ બી.આર. શેટ્ટીની ફિનાબ્લર પીએલસી પોતાનો કારોબાર ઇઝરાયેલ-યુએઈ કંજોર્ટિયમને માત્ર એક ડોલર (રૂ. 73.52)માં વેચવી પડી છે. તમને જણાવીએ કે ગયા વર્ષથી જ તેમના વળતા પાણી શરૂ થઈ ગયા હતા. તેમની કંપનીઓ પર અબજો ડોલરનું દેવું તો છે જ સાથે-સાથે તેમની સામે છેતરપિંડીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ડિસેમ્બર 2019માં તેમના બિઝનેસની માર્કેટ વેલ્યુ 1.5 બિલિયન પાઉન્ડ (2 બિલિયન ડોલર એટલે કે આશરે 15 હજાર કરોડ રૂપિયા) થઈ ગઈ હતી, જ્યારે આ વર્ષના એપ્રિલમાં કંપની દ્વારા આપેલી માહિતી અનુસાર, એના પર એક બિલિયન ડોલરનું દેવું છે. બીઆર શેટ્ટીની ફાઇનાન્સિયલ સર્વિસીઝ કંપની ફિનાબ્લરે જાહેરાત કરી કે તે ગ્લોબલ ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ સાથે કરાર કરી રહી છે. GFIH ઇઝરાયેલના પ્રિઝમ ગ્રુપની સહયોગી કંપની છે, જેને ફિનાબ્લર પીએલસી લિ. પોતાની બધી જ સંપત્તિ વેચી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે UAE અને ઇઝરાયેલી કંપનીઓ વચ્ચેનો સોદો મહત્વપૂર્ણ વ્યાવસાયિક વ્યવહારો વિશે પણ છે.

Leave a Reply

You cannot copy content of this page