આ દેશના રાષ્ટ્રપતિને મહિલા સાથે સેલ્ફી લેવી પડી ભારે, વાત એમ છે કે…

રાષ્ટ્રપતિ એક બીચ પર ગયા અને ત્યાં એક મહિલા સાથે સેલ્ફી લીધી. ચિલીએ કોરોના વાયરસ સંબંધિત કડક નિયમો લાગુ કર્યા છે. ખાસ કરીને જાહેર સ્થળોએ નિયમો ભંગ કરવા બદલ લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ દરમિયાન, ચિલીના રાષ્ટ્રપતિની સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પાનેરાએ માફી માંગી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ તેમના ઘર નજીક બીચ પર એકલા જઇ રહ્યા હતા, તે દરમિયાન એક મહિલાએ તેની પાસેથી સેલ્ફીની માંગ કરી હતી.

સેલ્ફીમાં રાષ્ટ્રપતિ અને મહિલા ખૂબ નજીકમાં જોવા મળે છે. બંનેએ માસ્ક પહેર્યા નહોતા. તે જ સમયે  ચિલીમાં અસમાનતાને લઈને ગયા વર્ષે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તે રાત્રે પિઝા પાર્ટી કરતો જોવા મળ્યો હતો. આ બાબતે પણ ઘણી હંગામો થયો હતો.

ચિલીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 5 લાખ 81 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાથી દેશમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે.

ચિલીના રાષ્ટ્રપતિને માસ્ક પહેર્યા વિના કોઈ અજાણી મહિલા સાથે બીચ પર સેલ્ફી ખેંચવા બદલ 2,57,624 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પાનેરા પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

Leave a Reply

You cannot copy content of this page