નવા વર્ષમાં PM મોદી ની ભેટ, ગુજરાત સહિત 6 રાજ્યમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ. આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રિપુરા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુમાં ગરીબ લોકોને સસ્તા, ભૂકંપ સામે સુરક્ષિત અને મજબૂત મકાનો ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું કે આપણા દેશને સારી ટેક્નોલોજી, સારા ઘર કેમ ન મળે, ઘર ઝડપથી શાં માટે ન બને, તેની પર કામ કર્યું. ઘર સારામાં સારા બને તે માટે ગ્લોબલ ટેક્નોલોજી ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિશ્વની 50 કન્સ્ટ્રક્શન કંપનીઓએ ભાગ લીધો. તેનાથી અમને નવો સ્કોપ મળ્યો. પ્રક્રિયાના આગળના તબક્કમાં અલગ-અલગ સાઈટ્સમાં 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. તેમાં કન્સ્ટ્રક્શનનું કામ ઓછું થશે અને ગરીબોને અફોર્ડેબલ અને કમ્ફોર્ટેબલ ઘર મળશે. આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ વાસ્તવમાં શું છે, તેમાં વપરાતી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી શું છે, આવો જાણીએ..

જાપાન એવો દેશ છે જ્યાં અવારનવાર ભૂકંપ આવ્યા કરે છે. ભૂકંપમાં મોટી ખુવારી રોકવા માટે ખાસ પ્રકારના મકાનો બનાવાય છે. જેમાં આ જ મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળ ફ્રાન્સની આ ટેકનોલોજી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચમાં વધુ સંખ્યામાં મજબૂત મકાનો બનાવવામાં ઉપયોગી છે. આ ટેકનોલોજીથી બનેલા મકાનો હળવા હોય છે અને ભૂકંપના આંચકાઓથી સુરક્ષિત રહી શકે છે.

PM મોદીએ જે લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમાં ઉપયોગમાં લેવાનારી ટેકનોલોજી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો પાયો વાસ્તવમાં 18મી સદીમાં નખાયો હતો. 1892માં એક ફ્રેન્ચ એન્જિનિયર અને સેલ્ફ એજ્યુકેટેડ બિલ્ડર ફ્રાન્સિસ હેનેબીકે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો વિચાર અમલી કર્યો. ફ્રાન્સિસ હેનેબીક મૂળ તો એક કડિયો હતો, જે પછીથી બિલ્ડર બન્યો હતો. તેનામાં એન્જિનિયરિંગ સૂઝ ભારોભાર હતી.

વિજ્ઞાની થોમસ એડિશને 1906માં એક ઘોષણા કરી હતી કે તેઓ એવા મકાન બનાવશે કે જે ખૂબ ઓછા સમયમાં નિર્માણ કરી શકાશે. તેમણે મેનલો પાર્ક ખાતેની પોતાની લેબમાં મોલ્ડિંગ કોંક્રિટમાંથી મકાનના હિસ્સા બનાવવાનું શરૂ કર્યુ. જેને નિશ્ચિત સ્થળે લઈ જઈને એ હિસ્સાઓને જોડીને મકાન બનાવી દેવામાં આવતું હતું. આ રીતે રેડી ટુ લિવ મકાનો બનાવવાની શરૂઆત થઈ હતી.

પીએમ મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટના શિલાન્યાસ વખતે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત જે મકાનો બનશે તેમાં ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ થશે. જે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ જાપાન ઉપરાંત અમેરિકા, યુકે, રશિયા, જર્મની, ચીન, સિંગાપોર, મલેશિયા જેવા અનેક દેશોમાં થાય છે. હવે ભારતમાં આ ટેકનોલોજીના ઉપયોગથી મકાનો બનાવાશે. જેનો ઉપયોગ ગરીબ વર્ગના લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે થશે.

Leave a Reply

You cannot copy content of this page