સોના-ચાંદીમાંથી બનાવેલી લિપસ્ટિક લગાડે છે નીતા અંબાણી, આવી કિંમતમાં તો લક્ઝૂરિયસ કાર્સ આવી જાય

મુંબઈઃ બિઝનેસમેન, દાનવીર, ફેશન કોન્સિયસ, નીતા અંબાણીને અલગ-અલગ બાબતોથી સમજાવી શકાય. નીતા અંબાણી ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની છે. તેઓ પતિની કંપનીમાં બરોબરના હિસ્સેદાર છે. રિલાયન્સ ફાઉન્ડેશનના મહત્વના ભાગ તરીકે નીતા અંબાણી છે. કરિયર ઓરિએન્ટેડ મહિલાઓ માટે નીતા અંબાણી પ્રેરણારૂપ છે. નીતા અંબાણી પાસે વિશ્વની સૌથી મોંઘી એવી નવ વસ્તુઓ છે, જેના પર આજે આપણે વાત કરીશું.

પર્સનલાઈઝ્ડ લિપસ્ટિક કલેક્શનઃ નીતા અંબાણી પોતાના આઉટફિટ સાથે મેચ થાય તે રીતની જ લિપસ્ટિક લગાવે છે. આ લિપસ્ટિક સોના તથા ચાંદીમાંથ બનાવવામાં આવે છે. એક ચર્ચા પ્રમાણે, આ લિપસ્ટિકની કિંમત 10-15 લાખ રૂપિયા હોય છે.

વિવિધ ચા પસંદ છેઃ નીતા અંબાણીએ થોડાં સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તેમની મોટી વહુ શ્લોકા મહેતા વિશ્વભરમાં ફરીને બ્રાન્ડેડ ચા તેમના માટે શોધીને લાવે છે. જોકે, નીતા અંબાણી રોજ સવારે સોનાના કપમાં ચા પીએ છે. એન્ટેલિયામાં જાપાનની સૌથી જૂની ક્રોકરી કંપની નોરીટેકના કપ-રકાબી વપરાશમાં લેવામાં આવે છે. આ સેટ દોઢ કરોડ રૂપિયાનો છે.

મોંઘી ઘડિયાળઃ નીતા અંબાણી પાસે ઘડિયાળનું મોટું કલેક્શન છે, જેમાં Bulgari, Cartier,Gucci બ્રાન્ડ સામેલ છે. એક ઘડિયાળની કિંમત 1-3 લાખની વચ્ચે હોય છે.

ડિઝાઈનર જૂતાઃ પૈસાદાર મહિલાઓ મોંઘા જૂતાની શૌખીન હોય તે સમજી શકાય તેવી વાત છે. નીતા અંબાણી ઈન્ટરનેશનલ બ્રાન્ડ Jimmy Choo, Sophia Webster, Pedro Garciaના ચંપલ પહેરે છે. નવાઈની વાત એ છે કે નીતા અંબાણી એકવાર પહેરી લીધેલા ચંપલ બીજીવાર ક્યારેય પહેરતા નથી.

મોંઘી બેગ્સ ને પર્સઃ નીતા અંબાણીને પર્સનો ઘણો જ શોખ છે. તેમની પાસે વિશ્વની જાણીતી બ્રાન્ડ્સની બેગ છે, જેમાં Snel, Goyard, Jimmy Chooo નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એક પર્સ 5થી 10 લાખની વચ્ચે હોય છે. ગયા વર્ષે નીતા અંબાણી એક્ટ્રેસ કરિના-કરિશ્મા સાથે એક પર્સ સાથે જોવા મળ્યાં હતાં. આ પર્સમાં 18 કેરેટના 240 ડાયમંડ લગાવેલા હતાં. આ પર્સ મગરની ચામડીમાંથી બનાવવામાં આવ્યું છે. આ પર્સ નીલે ક્રોકોડાઈલ બ્રાન્ડનું હતું, જેની કિંમત 2.6 કરોડ રૂપિયા હતાં. નીતા અંબાણી પાસે આ પ્રકારનું પર્સ એક નહીં પણ ઘણાં છે.

મોંઘી જ્વેલરીઃ ગુજરાતી સ્ત્રીઓને ઘરેણાંનો શોખ હોય જ છે. સામાન્ય સ્ત્રી હોય કે પૈસાદાર. તેમને ઘરેણાં સૌથી વધારે વ્હાલા હોય છે. નીતા અંબાણી પાસે પણ એકથી ચઢિયાતા એક ઘરેણાં છે, જેમાં ડાયમંડ ચોકરથી લઈને સોનાની જ્વેલરી સામલ છે. નીતા અંબાણીએ વિશ્વભરમાં ફરીને પોતાનું આગવું જ્વેલરી કલેક્શન બનાવ્યું છે. તેમની પાસે જૂના જમાનાના સોનાના દાગીના પણ છે.

કસ્ટમ ડિઝાઈનર આઉટફિટઃ વર્ષ 2019માં અંબાણી પરિવારમાં બે લગ્ન થયા હતાં, જેમાં દીકરી ઈશા તથા દીકરા આકાશના લગ્ન સામે છે. આ લગ્નમાં નીતા અંબાણીએ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, સબ્યાસાચી જેવી દેશના ટોચના ડિઝાઈનર્સ પાસે કપડાં તૈયાર કરાવ્યા હતાં. આ કપડાંમાં સોના-ચાંદીના તાર હોય છે અને મોંઘા ડાયમંડ્સ અને જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવે છે. નીતા અંબાણીની એક સાડીની કિંમત 10-15 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. નીતા અંબાણી પાસે એક પિંક રંગની હાથ વણાટની તથા સોના-ચાંદીના તાર તથા ડાયમંડ જડેલી એક સાડી છે, જેની કિંમત 40 લાખ રૂપિયા છે.

કાર્સનો શોખઃ નીતા અંબાણી પાસે 2.73 કરોડની મર્સિડિઝ એસ ક્લાસ, મેબેચ બ્રાન્ડની કાર 6.94 કરોડની છે. રોલ્સ રોય્સ ફેન્ટમ 9 કરોડની છે. એશ્ટન માટીન 3.29 કરોડની અને BMW 760 Li 8.5 કરોડની છે.

પ્રાઈવેટ જેટઃ વર્ષ 2007માં નીતા અંબાણીને પતિ મુકેશ અંબાણીએ 242 કરોડની એરબેસ ગિફ્ટમાં આપી હતી.

Leave a Reply

You cannot copy content of this page