‘રસના ગર્લ’નું બર્થ-ડેના દિવસે જ થયું હતું મોત, અમિતાભથી લઈ દરેકની આંખો થઈ હતી ભીની

જિંદગીમાં ક્યારે શું થશે તે કોઈ જાણતું નથી. કંઈક આવું જ રસના ગર્લનાં નામથી ફૅમશ બાળકલાકાર તરુણી સચદેવ સાથે થયું હતું. તરુણી સચદેવે માત્ર 14 વર્ષની ઊંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તરુણીનું નિધન જે દિવસે થયું તે દિવસે યોગાનુયોગ તેનો જન્મદિવસ હતો. તરુણી સચદેવનો જન્મ 14 મે, 1998માં થયો હતો અને તેમનું નિધન એક વિમાન દુર્ઘટનામાં 14 મે 2012માં થયું હતું. તરુણી સચદેવે પોતાની માસૂમિયતભર્યાં સ્મિત અને ટેગ લાઇન આઈ લવ યુ રસનાથી દરેક લોકોનું દિલ જીતી લીધું હતું.

રસનાની એડવર્ટાઈઝે તરુણી સચદેવને એટલી સફળતા અપાવી કે, તે દરમિયાન તરુણી કોઈ એડવર્ટાઈઝ માટે સૌથી વધુ રૂપિયા લેનારી ચાઇલ્ડ આર્ટિસ્ટ બની ગઈ હતી. તરુણી સચદેવે અમિતાભ બચ્ચન, કરિશ્મા કપૂર અને શાહરૂખ ખાન સહિતના મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું. તરુણી અમિતાભની સાથે તેમની ફિલ્મ ‘પા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તરુણઈએ અમિતાભ બચ્ચનના સ્કૂલ ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત રસનાવાળી એડવર્ટાઈઝમાં એક્ટ્રસ કરિશ્મા કપૂર સાથે કામ કર્યું અને ખૂબ જ નામ કમાયું હતું. તરુણી શાહરૂખ ખાનના શૉ ‘આપ પાંચમી સે તેજ હૈ?’માં પણ પ્રતિયોગી તરીકે સામેલ થઈ હતી.

તરુણીએ મલયાલમ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2004માં તેમને પહેલી ફિલ્મ મળી હતી. મલયાલમ ફિલ્મ ‘વેલ્લિનક્ષત્રમ’માં તેમને મોટા પડદાં પર કામ કરવાની તક મળી હતી. વિનાયને આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. જ્યારે તરુણીને અમિતાભ બચ્ચન સાથે એક એડવર્ટાઈઝમાં જોવા મળી તો એડ કંપની પાસેથી જાણકારી લીધી અને પોતાની ફિલ્મની ઑફર કરી હતી. આ પછી તરુણીની લોકપ્રિયતા વધી ગઈ હતી. જોકે, તેમની સફળતા લાંબા સમય સુધી રહી નહીં. તરુણી ખૂબ જ નાની ઊંમરમાં આ દુનિયા છોડીને જતી રહી હતી.

તરુણી તેની મા સાથે 14 મે 2012ના દિવસે નેપાળ ટ્રિપ પર જઈ રહી હતી. તરુણી પોતાની મા સાથે એક તીર્થ સ્થળ પર જઈ રહી હતી અને વિમાનમાં 16 ભારતીય સવાર હતાં. સવારે 9 વાગ્યે 45 મિનિટ પર તરુણીનું વિમાન એક પહાડ સાથે અથડાયું પણ તેમાં આગ લાગી નહીં, પણ તેના ટુકડાં થઈ ગયાં. આ ઘટનામાં લગભગ દરેક યાત્રીના મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં તરુણી અને તેમની માનું પણ મોત થયું હતું. નેપાળ ટ્રિપ પર જતાં પહેલાં તરુણીએ તેમના ફ્રેન્ડને હગ કરી બાય કહ્યું હતું. તરુણીના ફ્રેન્ડે જણાવ્યું હતું કે, ‘તે ક્યારેય આવું કરતી નથી, આવું તેને પહેલીવાર કર્યું હતું.’

તરુણીએ પોતાની ટ્રિપ પહેલાં ફ્રેન્ડને મજાકમાં કહ્યું હતું કે, ‘આ આપણી છેલ્લી મુલાકાત છે.’ જોકે, કોઈને ખબર નહોતી કે તેમની આ છેલ્લી મુલાકાત હશે અને આ પછી તેમની ફ્રેન્ડ તરુણીને કોઈ જોઈ શકશે નહીં.

તરુણીએ ત્યાં સુધી કે, વિમાનમાં બેસી પોતાના એક ફ્રેન્ડને મેસેજ કર્યો હતો કે, ‘મજાક કરી રહી છું કે, શું ખબર પ્લેન ક્રેશ થઈ જાય.’ કોઈ નહોતું જાણતું કે, તરુણી મજાકમાં કહી રહી છે, તે ખરેખર સાચુ થઈ જશે. તરુણીના મોતથી બોલિવૂડને એક મોટો ઝટકો લાગ્યો હતો. તરુણીના મોત પર અમિતાભ બચ્ચન, કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન સહિત ઘણાં લોકોએ દુખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

You cannot copy content of this page