સંજય દત્તની પત્ની B ગ્રેડની હિરોઇન રહી ચૂકી છે, આવી રીતે બની માન્યતા

મુંબઈ: સંજય દત્ત અને માન્યતાની 12મી મેરેજએનિવર્સરી હતી. બંનેએ પોતાપોતાના ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરી એક-બીજાને શુભકામના પાઠવી હતી. માન્યતા સંજયની ત્રીજી પત્ની છે. આમ તો સંજયની લાઇફ અંગે બધાને ખ્યાલ જ છે પરંતુ ઘણા લોકો તેની પત્ની માન્યતા વિશે ઓછું જાણે છે. તમને જાણીને નવાઇ લાગશે કે માન્યતા એક સમયે બી ગ્રેડ ફિલ્મોમાં હિરોઇન હતી. માન્યતાએ પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં આઇટમ નંબર પણ કર્યું છે.

મુંબઇમાં જન્મેલી દિલનવાઝ શેખ ઉર્ફ માન્યતા સાથે સંજય દત્તે ફેબ્રુઆરી 2008માં લગ્ન કર્યા હતા. માન્યતાનો જન્મ મુંબઇના એક મુસ્લીમ પરિવારમાં થયો હતો. જો કે તેની ઉછેર દુબઇમાં થઇ. દુબઇથી મુંબઇ આવેલી માન્યતાને સફળ એક્ટ્રેસ બનવાની ઇચ્છા હતા. પરંતુ તેને કોઇ મોટો રોલ ન મળતા તેણે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

માન્યતા અને સંજયની પ્રથમ મુલાકાત એક કોમન ફ્રેન્ડની મદદથી થઇ હતી. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને માન્યતાએ ફિલ્મો છોડવાનું નક્કી કર્યું. સંજય જાણતો હતો કે માન્યતાએ 2005માં બી ગ્રેડ ફિલ્મ લવર્સ લાઇક અસમાં કામ કર્યું છે અને તે તેનાથી ખુશ ન હતી. સંજય ખુદ પણ ઇચ્છતો નહતો કે તે આ પ્રકારની ફિલ્મો કામ કરે.

સંજયે માન્યતાની આ ફિલ્મના રાઇટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા હતા, એટલું જ નહીં માન્યતાના પ્રેમમાં તે એટલો પાગલ હતો કે તેણે માર્કેટમાંથી માન્યતાની બી ગ્રેડની ફિલ્મની સીડી અને ડીવીડી દૂર કરવા તમામ તાકાત લગાવી દીધી.

સંજય અને માન્યતાની ઉંમર વચ્ચે અંદાજે 19 વર્ષનો અંતર છે. સંજય 60 વર્ષનો જ્યારે માન્યતા 41 વર્ષની છે.

સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માની પુત્રી ત્રિશાલા 32 વર્ષની છે, જ્યારે તેની સોતેલી માતા એટલે કે માન્યતા 41 વર્ષની છે. બંનેની ઉંમરમાં માત્ર 9 વર્ષનું અંતર છે. આ પણ એક કારણ છે કે સંજય દત્તનો પરિવાર માન્યતા સાથે તેના લગ્નના વિરુદ્ધમાં હતો.

2003માં આવેલી પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં માન્યતાએ એક આઇટમ સોન્ગ અલ્હડ જવાની કર્યું હતું. ત્યારબાદ માન્યતાને બોલીવૂડમાં ઓળખ મળી હતી.

માન્યતા જ્યારે બોલીવૂડમાં આવી તો તેણીએ પોતાનું નામ સારા ખાન રાખી લીધું હતું. જો કે ગંગાજલમાં કામ કર્યા બાદ પ્રકાશ ઝાએ તેને નવું સ્ક્રીન નામ માન્યતા આપ્યું હતું.

સંજયની બહેન પ્રિયા અને નમ્રતા માન્યતાને સાવ પસંદ નહતી કરતી. જ્યારે સંજયે માન્યતા સાથે લગ્ન કર્યા તો બંને બહેન આવી ન હતી. જો કે સમયની સાથે નણંદ-ભાભી વચ્ચે સંબંધો સુધરી ગયા.

સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. તેની પ્રથમ પત્ની ઋચા શર્મા, જ્યારે બીજી પત્ની રિયા પિલ્લઇ હતી. બાદમાં તેણે 2008માં માન્યતા સાથે લગ્ન કર્યા. સંજય દત્તે 1987માં ઋચા શર્મા સાથે લગ્ન કર્યા હતા પરંતુ 1996માં બ્રેન ટ્યૂમરના કારણે અમેરિકામાં તેનું મૃત્યું થઇ ગયું. ત્યારબાદ સંજયે મોડલ રિયા પિલ્લઇ સાથે લગ્ન કર્યા પરંતુ 2005માં બંનેના તલાક થઇ ગયા. માન્યતા સાથે સંજયના બે બાળકો શાહરાન અને દીકરી ઇકરા છે.

Leave a Reply

You cannot copy content of this page