સપ્તાહનો પહેલો દિવસ આ રાશિના લોકો માટે લાભદાયક રહેશે, ઘરના વડીલોની સલાહ વેપારમાં લાભ અપાવશે

ચાર જાન્યુઆરી, સોમવારના રોજ સૌભાગ્ય તથા ધ્વજ નામના બે શુભ યોગ બની રહ્યાં છે. આ બે શુભ યોગનો સીધો ફાયદો આઠ રાશિને મળશે. વૃષભ રાશિના સરકારી કર્મચારીઓને મોટી જવાબદારી મળે તેવો યોગ છે. કર્ક રાશિના જાતકોને સરકારી કામમાં સફળતા મળી શકે છે. સિંહ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં મહેનતના પ્રમાણે સફળતા મળશે. કન્યા રાશિના નોકરિયાતને પ્રમોશનની તક છે. તુલા રાશિના જાતકો માટે ગ્રહ-નક્ષત્રની સ્થિતિ અનુકૂળ રહેશે. ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. નવા રોકાણ માટે કુંભ રાશિના જાતકો માટે સારો દિવસ છે. તો મીન રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે તેમ છે. આ ઉપરાંત મેષ, મિથુન, વૃશ્ચિક તથા મકર માટે મધ્યમ દિવસ રહેશે. આ ચાર રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું.

મેષઃ

પોઝિટિવઃ– કોઇ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. સમાજ તથા પરિવારમાં તમારું માન-સન્માન વધશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇ પાડોસી દ્વારા ઘરમાં કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે, એટલે અન્ય લોકોની દખલ ઘરમાં થવા દેશો નહીં. ધનને લગતાં રોકાણમાં સમજી-વિચારીને જ કોઇ નિર્ણય લો.

વૃષભઃ

પોઝિટિવઃ– આજે કોઇ નજીકના મિત્રની સલાહ તમને તમારા કોઇ કામને પૂર્ણ કરવામાં મદદગાર સાબિત થશે. થોડા સમયથી ચાલી રહેલી શ્વાસને લગતી પરેશાનીમાં સુધાર આવી જશે. તમે ફરી તમારા વ્યક્તિગત કાર્યોમાં ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ– કોઇ સાથે ખોટા વાદ-વિવાદમાં પડશો નહીં. કેમ કે, તેના કારણે તમારા માન-સન્માન ઉપર પણ ખરાબ અસર થઇ શકે છે. સ્વભાવમાં ગુસ્સા અને ચીડિયાપણું જેવી સ્થિતિ ઉપર અંકુશ રાખવું.

મિથુનઃ

પોઝિટિવઃ– તમે તમારી બધી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડા કાયદા બનાવશો. તમારો ઉદારવાદી દૃષ્ટિકોણ બાળકો માટે મિસાલ સાબિત થશે.

નેગેટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ ઊભી થઇ શકે છે. પ્રાણાયમ અને મેડિટેશન કરવું તમારી માનસિક સ્થિતિને સ્થિર જાળવી રાખશે.

કર્કઃ

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ લાભદાયક સૂચના મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરો. આ સંબંધ તમારા માટે ઉન્નતિના નવા માર્ગ ખોલશે.

નેગેટિવઃ– ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. જો લોન લેવાની યોજના બની રહી છે, તો તેના અંગે યોગ્ય વિચાર કરો. કોઇના વ્યક્તિગત મામલે દખલ ન કરો.

સિંહઃ

પોઝિટિવઃ– કોઇ વિશિષ્ટ કાર્ય પ્રત્યે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત આજે સફળ થશે. તમારું તમારી ઊર્જા અને જોશને પોઝિટિવ દિશામાં લગાવવું તમને શુભ પરિણામ આપશે. સમાજમાં પણ તમારા યોગદાન અને કામના વખાણ થશે.

નેગેટિવઃ– અતિ આત્મવિશ્વાસની સ્થિતિથી બચવું. થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ ગેરસમજ ઊભી કરી શકે છે, એટલે સાવધાન રહેવું.

કન્યાઃ-

પોઝિટિવઃ– આજે દિવસ ખૂબ જ પોજિટિવ પસાર થશે. પરિવારમાં કોઇ લગ્ન લાયક વ્યક્તિ માટે સારો સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. જરૂરિયાતમંદ તથા વડીલોની સેવા અને દેખરેખને લગતી સંસ્થામાં તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ– ઘરમાં આવેલાં કોઇ સંબંધી સાથે વિવાદમાં પડશો નહીં. કેમ કે, આ સમયે સંબંધોમાં કોઇ ખટાસ આવી શકે છે. જો કોઇ યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજે તેને ટાળી દો.

તુલાઃ

પોઝિટિવઃ– રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ તમારા મનોબળને વધારશે. આજે કોઇ કામ અચાનક જ બની શકે છે. જેનાથી તમે વિજય પ્રાપ્ત કરવા જેવું સુખ અનુભવ કરશે.

નેગેટિવઃ– તમારા મોટાભાગના મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી તમારી કોઇ યોજના વિફળ થવાની સંભાવના છે. કોઇની સલાહનું અનુસરણ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી લો.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– ઘરમાં કોઇ સભ્યના લગ્નને લગતા માંગલિક કાર્યોની યોજના બનશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને કરતી સમયે ઘરના વડીલ સભ્યોની સલાહને મહત્ત્વ આપો. તેમનો આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યમા વધારો કરશે.

નેગેટિવઃ– આ સમયે ખર્ચ વધારે રહેશે. એટલે બજેટનું ધ્યાન રાખો. બાળકોના મન પ્રમાણે પરિણામ ન મળવાથી તેઓ તણાવ અનુભવ કરશે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખો.

ધનઃ

પોઝિટિવઃ– આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. કેમ કે, ક્યાંકથી અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. ઘરની સુખ-સુવિધાઓમાંને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ પરિવાર સાથે સમય પસાર કરો.

નેગેટિવઃ– થોડા નવા સંપર્ક સ્થાપિત કરો. પરંતુ અજાણ વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની પણ રાખવાની જરૂરિયાત છે. કોઇના ઉપર પણ જલ્દી વિશ્વાસ ન કરો.

મકરઃ

પોઝિટિવઃ– કોઇ અટવાયેલું કામ હવે પૂર્ણ થઇ શકે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારા ભાગ્યને વધારે મજબૂત કરશે. તમારી આસપાસના વાતાવરણને વધારે સુખમય બનાવશે.

નેગેટિવઃ– કોઇ કામમાં વિઘ્ન આવી રહ્યું છે તો તેનું કારણ તમારા અનુભવને માનો. થોડો સમય ચિંતન અને મનન પણ કરો. ઘરમાં નાની વાતને લઇને કોઇ વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં દરેક કામને સાદગી અને ગંભીરતાથી લો.

કુંભઃ

પોઝિટિવઃ– આજે પરિવાર સાથે સારો સમય પસાર કરો. ઘરના અનેક અટવાયેલાં કામને પૂર્ણ કરવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. પ્રોપર્ટીના કોઇ કામને લઇને કોઇ નજીકની યાત્રાનો પ્લાન બનશે.

નેગેટિવઃ– કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે સંપૂર્ણ રૂપરેખા બનાવી લો. અનુભવી વ્યક્તિની સલાહ પણ જરૂર લો.

મીનઃ

પોઝિટિવઃ– ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ શુભ સૂચના મળી શકે છે. રાજનૈતિક કે સામાજિક કાર્યક્રમમાં જવાનો અવસર મળી શકે છે. જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોઇ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઇ શકે છે.

નેગેટિવઃ– શેર, સટ્ટો વગેરે જેવા કાર્યોથી દૂર રહો. આ સમયે કોઇ નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. વાહન ચલાવતી સમયે વધારે સાવધાની રાખવાની જરૂર છે.

Leave a Reply

You cannot copy content of this page