ઘણા મહિના પછી બહાર આવી રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક સાથે શોધી રહી છે ઘર !

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સંદર્ભે સીબીઆઈ દ્રારા હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ કેસમાં સૌથી મોટી આરોપી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને થોડા મહિના પહેલા કોર્ટે જામીન પર મુકત કરી હતી. રિયાના જામીન પછી ટૂંક સમયમાં જ તેનો ભાઈ શોવિક ચક્રવર્તી પણ બેલથી છુટી ગયો હતો. ઘણા મહિનાઓ પછી રિયા અને શોવિકને પહેલીવાર ઘરની બહાર જોવામાં આવ્યા છે.

બંનેને બાંદ્રામાં એક બિલ્ડિંગની બહાર જોવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ, રિયા અને શોવિક બાંદ્રામાં નવા મકાનની શોધમાં ગયા હતા. આ દરમિયાન રિયા પૈપરાઝીથી નજર બચાવતી જોવા મળી હતી. શોવિક પણ કેમેરાથી મોં છુપાવતો દેખાયો.

તે જાણીતું છે કે રિયા હાલમાં મુંબઇના જુહુ તારા રોડ સ્થિત પ્રીમરોઝ એપાર્ટમેન્ટમાં રહે છે. તે અહીં તેના માતાપિતા અને ભાઈ સાથે રહે છે. સુશાંત કેસમાં સીબીઆઈ, એનસીબી અને ઇડી દ્વારા રિયા પર એફઆઈઆર બાદ તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે 14 જૂન, 2020 ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેના બાન્દ્રા ફ્લેટમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાના થોડા દિવસો બાદ સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી પર પૈસા પડાવવા, ડ્રગ્સ આપવા અને સુશાંતનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

બંને ભાઈ-બહેન પર ડ્રગ લેવાનો અને સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો. આ બધા પછી પણ તેનો સોસાયટી છોડવાનો નિર્ણય આશ્ચર્યજનક નથી.

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી. રિયા પહેલા આ કેસમાં તેના ભાઈ શોવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તી વિશે સમાજનો મોટો વર્ગ નકારાત્મક અભિપ્રાય ધરાવે છે. તેના પર સુશાંત કેસમાં મુખ્ય આરોપી હોવાનો આરોપ છે. આ સિવાય ડ્રગ્સના લેન-દેન માં પણ રિયાનું નામ આવે છે.

સુશાંત કેસમાં, જ્યારે રિયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, ત્યારે રિયાએ એક વીડિયો શેર કરતાં કહ્યું હતું કે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે ત્યારથી તેનું સોસાયટીમાં જીવવું મુશ્કેલ બની ગયું છે.સોસાયટી બહાર મીડિયાવાળા પ્રશ્નોની સૂચિ લઈને તેમને ઘેરી લે છે. તેને અને તેના પરિવારને જીવનું જોખમ છે.

રિયાને એનસીબી દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિના પછી જામીન પર છૂટી ગઈ હતી. તમને જણાવા દઈએ કે તેના ભાઈ શોવિકની પણ 4 સપ્ટેમ્બરના રોજ એનસીબીએ ધરપકડ કરી હતી અને 3 મહિના પછી જામીન પર મુકત કર્યો હતો

Leave a Reply

You cannot copy content of this page