બુધવારે કુંભ અને મીન સહિત 8 રાશિવાળાએ અશુભ યોગથી સંભાળવું, અન્ય 4 રાશિને શુભ યોગથી લાભ, વાંચો રાશિફળ

6 જાન્યુઆરી, બુધવારે હસ્ત નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. જોકે તેનો ફાયદો 12માંથી માત્ર 4 રાશિઓને જ મળી શકશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે બુધવારે વૃષભ રાશિના જાતકોને આવકના નવા સ્રોત પ્રાપ્ત થશે. મિથુન રાશિના જાતકોનાં પ્રોપર્ટી સંબંધિત કામો પૂરાં થઈ શકે છે. આ ઉપરાંત અતિગંડ નામનો અશુભ યોગ સર્જાવાને કારણે મેષ, કર્ક, કન્યા, તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

મિથુનઃ

પોઝિટિવઃ– પરિસ્થિતિ અનુકૂળ છે. સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરો, તમને નવી સફળતા પ્રાપ્ત થશે. જમીન, સંપત્તિને લગતું કોઇ મુખ્ય કામ પણ આજે પૂર્ણ થઇ શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ રહેશે.

નેગેટિવઃ– આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાથી બચવું કેમ કે, તેનાથી કોઇપણ લાભ થશે નહીં. કોઇની વ્યક્તિગત લાઇફમાં દખલ ન કરો. નહીંતર સંબંધ ખરાબ થઇ શકે છે.

કર્કઃ

પોઝિટિવઃ– તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ બનાવશે. સંપત્તિના ભાગલાને લગતું કોઇપણ કામ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. બાળકના કરિયર અને શિક્ષણને લગતી કોઇ ચિંતાનું સમાધાન થવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ– ભાવુકતા તથા ઉદારતામાં લીધેલાં નિર્ણય નુકસાનદાયક રહેશે. એટલે તમારી આ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરવું જરૂરી છે. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય અને કાર્યોમાં હાનિ પહોંચાડી શકે છે.

સિંહઃ

પોઝિટિવઃ– આજે થોડા જૂના મતભેદ દૂર થશે, તથા એકબીજા સાથેના સંબંધોમાં ફરી મધુરતા આવશે. ખાસ મહેનત કરવાનો સમય છે અને સફળતા પણ નિશ્ચિત છે. તમારા વિનમ્ર સ્વભાવથી તમારી લોકપ્રિયતા તથા સાખમાં વધારો થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ સમયે થાક અને તણાવના કારણે તમારામાં નકારાત્મક વિચાર હાવી થઇ શકે છે. તમે તમારા મનોબળ દ્વારા તેના ઉપર કાબૂ પણ મેળવવામાં સક્ષમ રહેશો.

મેષઃ

પોઝિટિવઃ– આજે સમય સમજી-વિચારીને તથા આત્મ નિરીક્ષણ કરવાનો છે. અચાનક જ કોઇ અસંભવ કાર્ય સંભવ થઇ શકે છે. તમે તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે અહંકાર અને અતિ આત્મવિશ્વાસ તમારા ઉપર હાવી ન રહે. ઘરમાં ભાઇઓ સાથે કોઇ પ્રકારનો વાદ-વિવાદ શક્ય છે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા તેનાથી છુટકારો મેળવી લેશો.

વૃષભઃ

પોઝિટિવઃ– આજે સમય ઉત્તમ છે. સ્થાન પરિવર્તનની કોઇ યોજના શરૂ થઇ શકે છે. આવકના પણ નવા સ્રોત બનશે તથા આર્થિક સ્થિતિ પણ સારી બનશે. કોઇ નજીક મિત્રની સલાહ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.

નેગેટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યમાં પારિવારિક સભ્યોની મંજૂરી લો. ધ્યાન રાખો કે કોઇપણ અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. સાથે જ, અપમાનજનક સ્થિતિ પણ ઊભી થઇ શકે છે.

તુલાઃ

પોઝિટિવઃ– સમય તમારા પક્ષમાં છે. થોડા સમયથી ચાલી રહેલાં પારિવારિક મતભેદ દૂર કરવાની કોશિશ કરો. તેનાથી પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે. પ્રતિષ્ઠિત લોકો સાથે હળવું-મળવું તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– બાળકોની ભૂલમાં તેમને ખીજાવાની જગ્યાએ તેમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. તમારા સ્વભાવને સરળ અને મધુર જાળવી રાખો.

ધનઃ

પોઝિટિવઃ– આજે તમને તમારી કોઇ મહેનત અને પ્રયાસના પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. રાજકારણ તથા સામાજિક સંપર્કોને વધારે મજબૂત કરો. આ સમય નવી યોજનાઓ બનાવવા તથા નવા ઉપક્રમ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારી જ કોઇ ભૂલ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. આ સમયે તમારા નજીકના સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા જરૂરી છે.

કુંભઃ

પોઝિટિવઃ– આજે અચાનક જ તમને કોઇ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. માત્ર અન્ય પાસેથી આશા કરવાની અપેક્ષાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. વ્યવસ્થિત રીતે તમારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

મીનઃ

પોઝિટિવઃ– આ સમયે ઘરના રિનોવેશનને લગતાં કાર્યોની તૈયારીઓ શરૂ થશે. આજે ગ્રહ સ્થિતિ પણ તે સંકેત આપી રહી છે કે નાણાકીય યોજનાઓને લગતાં કાર્યો ઉપર પણ તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ– કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો અને તેમની વાતોમાં પણ આવશો નહીં. બાળકોના અભ્યાસ કે કરિયરને લઇને ચિંતા રહેશે.

મકરઃ

પોઝિટિવઃ– આજે સમય સામાન્ય ફળદાયક રહેશે. કોશિશ કરવાથી મનગમતું કાર્ય પૂર્ણ થઇ શકે છે. વધારે લાભ તો થશે નહીં પરંતુ નુકસાન પણ થશે નહીં. બાળકોના કાર્યોમાં તમારો પૂર્ણ સહયોગ રહેશે.

નેગેટિવઃ– ખોટી મુંઝવણમાં પડીને તમારો સમય ખરાબ ન કરો. ક્યારેક મુશ્કેલીઓના કારણે વાણી અને વ્યવહારમાં નકારાત્મકતા વધી શકે છે.

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તમને કોઇ સારી સફળતા આપવા માટે તત્પર છે. મિત્રો અને સંબંધીઓ સાથે તમને ભાવનાત્મક લગાવ રહેશે. કોઇ નજીકના વ્યક્તિની સમસ્યાનો ઉકેલ કરવામાં પણ તમારે ઘણો સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઇ શોકપૂર્ણ સમાચાર મળવાથી મનમાં નિરાશાનો ભાવ રહેશે. થોડો સમય ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર થશે. યુવાઓ પોતાના કરિયરને લગતાં પ્રોજેક્ટમાં અસફળ થવાથી ફરી કોશિશ કરવી પડી શકે છે.

કન્યાઃ

પોઝિટિવઃ– આજે ખર્ચની સ્થિતિ રહેશે. પરંતુ આવકના સ્રોત સારા રહેવાથી ખર્ચની પરેશાની થશે નહીં. બાળકોની સમસ્યાઓને સાંભળો અને તેનું સમાધાન કરીને તેમના આત્મવિશ્વાસને વધારો.

નેગેટિવઃ– દિવસની શરૂઆતમાં થોડા કાર્યોમાં વિઘ્ન આવવાથી ચિંતા રહેશે. ધીમે-ધીમે બધું જ સામાન્ય થઇ જશે. આ સમયે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

Leave a Reply

You cannot copy content of this page