એરફોર્સનું મિગ -21 પ્લેન ક્રેશ, નિયમિત ફ્લાઇટ દરમિયાન થયો અકસ્માત

રાજસ્થાનઃ રાજસ્થાનના આ અકસ્માતમાં પાઇલટ સુરક્ષિત છે. વિમાનમાં ગડબડી જણાતાની સાથે જ પાયલોટ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. એરફોર્સનું આ ફાઇટર પ્લેન નિયમિત ફ્લાઇટમાં હતું.

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના સુરતગઢમાં એક એરફોર્સનું વિમાન ક્રેશ થયું છે. રિપોર્ટ અનુસાર, એરફોર્સનું મિગ -21 બાઇસન ફાઇટર વિમાન ક્રેશ થયું છે. અકસ્માતમાં પાઇલટ સલામત છે તે રાહતની વાત છે.

વિમાનમાં ગડબડી જણાતાની સાથે જ પાયલોટ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. એરફોર્સનું આ ફાઇટર પ્લેન નિયમિત ફ્લાઇટમાં હતું. દુર્ઘટના બાદ ગામના લોકોએ વહીવટ તંત્રને જાણ કરી હતી. વાયુસેનાએ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં, મિગ -29 K ટ્રેનર વિમાન અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર પાયલોટમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે કમાન્ડર નિશાંત સિંહને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

શોધ દરમિયાન લેન્ડિંગ ગિઅર, ટર્બોચાર્જર, ફ્યુઅલ ટેન્ક એંજિન અને વિંગ એન્જીન કાઉલિંગ સમુદ્રમાં જોવા મળ્યા હતા. નવ યુદ્ધ જહાજો અને 14 વિમાન ઉપરાંત, ભારતીય નૌકાદળના ઝડપી ઇન્ટરસેપ્ટરને પણ દરિયાકાંઠે સંશોધન માટે તૈનાત કરાયા હતા.

Leave a Reply

You cannot copy content of this page