અનુષ્કા અને વિરાટનો પ્રાઈવેટ ફોટો લેનાર ફોટોગ્રાફરને અનુષ્કાએ લીધો એવો ક્લાસ, કહ્યું એવુ કે….

આ દિવસોમાં અનુષ્કા શર્મા પોતાનો પ્રેગ્નેન્સી સમય પસાર કરી રહી છે. આ વચ્ચે તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થતી જોવા મળી છે. તે અવાર નવાર કોઈને કોઈ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર અનુષ્કાએ એક ફોટોગ્રાફરને ઘઘલાવી નાંખ્યો છે અને તેનો ક્લાસ લીધો છે. કારણ કે આ ફોટોગ્રાફરે અનુષ્કા અને વિરાટની પ્રાઈવેટ તસવીર લઈને અપલોડ કરી દીધી હતી. અનુષ્કાએ આ ફોટો શેર કરીને આ બધું બંધ કરવાની સલાહ આપી દીધી હતી.
બન્યું એવું કે અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટા પર એક સ્ટોરી શેર કરી છે અને આ સ્ટોરીમાં જે ફોટો છે એમાં વિરાટ અને અનુષ્કા કોઈ જગ્યાએ બેઠેલા જોવા મળી રહ્યા છે અને ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. આ સમયે કોઈએ તેનો ફોટો પાડી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. પરંતુ અનુષ્કાને આ વાત જરાય પસંદ ન આવી અને જેના કારણે તેણે આ તસવીર શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
અનુષ્કાએ આ તસવીર શેર કરતાંની સાથે જ લખ્યું કે, ફોટોગ્રાફર અને પબ્લિકેશનને કેટલીય વખત નિવેદન કરવા છતાં તેઓ અમારી પ્રાઈવેર્સીને દખલ દેવાનું શરૂ જ રાખે છે. આ બધું હાલ જ બંધ કરી દો. ઉલ્લેખનીય છે કે જલ્દી જ અનુષ્કા પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે.