પિતાના મોતનું દુઃખ સહન ન થતા, પિતાના મોતના માત્ર બે કલાક બાદ પુત્રએ પણ આપી દીધો પોતાનો જીવ

ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લામાં બુધવારે સવારે દૂધ વ્યવસાયીએ ફાંસી લગાવીને જીવ આપી દિધો છે. આ ઘટનાના બે કલાક પછી 12 વર્ષના પુત્રએ પણ તે જ ફંદા પર જ ફાંસી લગાવીને જીવ આપ્યો, જેના પર લટકીને પિતાએ જીવ આપ્યો હતો. એક સાથે પરિવારમાં બે મોતથી ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાને લઈને પારિવારિક વિવાદ સામે આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટના સ્થળની તપાસ કરી રહી છે.
પંખાથી લટકી રહ્યો હતો દિનેશનો મૃતદેહઃ ડૌકી પોલીસ સ્ટેશનના નગરિયા ગામમાં રહેતા 45 વર્ષના દિનેશ દૂધનો વ્યવસાય કરતા હતા. બુધવારે સવારે પરિવારના તમામ સભ્યો ઢોરવાડામાં હતા. દિનેશ ઘરમાં સૂઈ રહ્યો હતો. લગભગ 7:30 વાગ્યા સુધી દૂઘ કાઢવા માટે દિનેશ ઢોરવાડામાં ન પહોંચ્યો તો ઘરના સભ્યો તેને જગાડવા ઘરમાં ગયા. પરંતુ તે પહેલાં જ દિનેશ પોતાને પંખામાં મફલર બાંધીને ફંદો ખાઈ જીવ આપી દિધો હતો. દિનેશને ફંદા પર લટકતો જોઈને તાત્કાલિક તેને નીચે ઉતારવામાં આવ્યો. જે બાદ તેને આગ્રાની એક હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મોતના સમાચાર સાંભળીને પુત્રએ પણ કર્યું સુસાઈડઃ તો પિતાના મોતના સમાચાર સાંભળીને દિનેશના 12 વર્ષના પુત્ર અનુજ આ આંચકો સહન ન કરી શક્યો અને તેને પણ તે જગ્યાએ જ ફાંસી લગાવી લીધી, જે જગ્યાએ પિતાએ આત્મહત્યા કરી હતી. અનુજની બહેન પૂજા કોઈ કામથી ઘરમાં ગઈ તો તેના ભાઈ અનુજને ફંદા પર લટકેલો જોયો. તેને ફંદાથી નીચે ઉતારવામાં આવ્યો પરંતુ તેનું પણ મોત થઈ ગયું હતું. ડૌકી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અશોક કુમારનું કહેવું છે કે પિતા-પુત્રએ આત્મહત્યા કરી છે. તપાસમાં હાલ પારિવારિક વિવાદ હોવાનું સામે આવ્યું છે.