યુવતીને પોતાના ઘરની પાછળ રહેતા છોકરા સાથે થયો પ્રેમ, માં-બાપની વાત ન માનતા દુપટ્ટા વડે ગળુ દબાવી પુત્રીની કરી હત્યા

મીરઝાપુર: દરેક માતાપિતા તેમના બાળકને પ્રેમ ભાવથી રાખે છે. પરંતુ યુપીમાં માતા-પિતાની મામતાને ઠેંસ પહોચાડતો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુપીના મિર્ઝાપુરમાં માતા-પિતાએ તેમની પુત્રીની દુપટ્ટા વડે ગળુ દબાવી હત્યા કરી હતી.

5 જાન્યુઆરીએ મીરઝાપુરના જમાલપુર વિસ્તારમાં રાધેશ્યામના ખેતરમાં એક યુવતીની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા લાશની ઓળખ અંજલી ઉર્ફે પુષ્પા થઈ હતી.જેની ઉંમર 17 વર્ષની જેવી થઇ હતી.

અંજલિના પોતાના ઘરની પાછળ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે તેના માતાપિતાને બિલકુલ પસંદ નહોતું. અંજલિ પણ તેના પ્રેમી સાથે ચાર-પાંચ વખત પકડાઇ હતી. અંજલિ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેનો પ્રેમી તૈયાર નહોતો.

2 જાન્યુઆરીની રાત્રે અંજલી 2 વાગ્યે ઘરે આવી ત્યારે તેના માતા-પિતાએ ખરી-ખોટી સંભળાવી સમાજની શું કહેશે એવી વાતો કરવા લાગ્યા. તેમને સુધારવાની પણ સૂચના આપવામાં આવી હતી પરંતુ તેના પર કોઈ અસર થઈ ન હતી. એકબાજુ પ્રેમીની ઉપેક્ષા અને બીજબાજુ માતા-પિતાની ઠપકોથી નારાજ પુત્રીએ ગળું દબાવીને મોતની માંગ કરી હતી. ત્યારે બંને ગુસ્સે થઈ ગયા હતા અને દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી હતી.

તેની હત્યા કર્યા બાદ તેઓ ઘરનો તાળુ બંધ કરી ત્યાંથી ચાલ્યા ગયા હતા. 4 જાન્યુઆરીએ યોજનાના ભાગ રૂપે તેમણે લાશને ખેતરમાં ફેંકી દીધી હતી. તપાસમાં કરતા પોલીસે અધિકારીએ આરોપી દંપતીને જેલ ભેગા કરી દીધા છે.

Leave a Reply

You cannot copy content of this page