પોતાની જ બહેનપણી બોયફ્રેન્ડ સાથે કરતી હતી ઈલુ-ઈલુ, એજ સમયે સહેલી આવી જતાં આવ્યો ખોફનાક અંજામ

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ સાથે નવા વર્ષની પાર્ટીમાં ગયેલી એક યુવતીની અર્ધનગ્ન ડેડબોડી મળતાં હંગામો મચી ગયો છે. નિર્દયતાથી કરાયેલી આ હત્યાની વિગતો ધીમે ધીમે સામે આવી રહી છે. આ હત્યા કેસ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે..

જ્હાનવીને 15મા માળેથી ફેંકી દેવામાં આવી હતીઃ પોલીસના કહેવા પ્રમાણે, ન્યૂ યર પાર્ટી દરમિયાન પીડિત જ્હાન્વી કુકરેજાને મુંબઈના ખાર સ્થિત એક બિલ્ડિંગના 15મા માળેથી તેના બોયફ્રેન્ડજોગધનકરે પોતાની બીજી ગર્લફ્રેન્ડ સાથે મળીને ફેંકી દીધી હતી.પ્રારંભિક તપાસમાં લવ ત્રિકોણનો આ કિસ્સો સામે આવ્યો છે.બોયફ્રેન્ડને બીજી યુવતી સાથે વાંધાજનક સ્થિતિમાં જોયો.

પોલીસના કહેવા પ્રમાણે, નવા વર્ષની પાર્ટી દરમિયાન જ્હાન્વીએ તેના બોયફ્રેન્ડને બીજી છોકરી સાથે ટેરેસ પર વાંધાજનક સ્થિતિમાં જોયો હતો.જે બાદ ત્રણેય વચ્ચે બબાલ શરૂ થઈ હતી. આ પછી બંનેએ સાથે મળીને જ્હાન્વીને બિલ્ડિંગમાંથી નીચે ફેંકી દીધી હતી.ઘટના CCTVમાં કેદ.

જ્હાન્વીને નીચે ફેંક્યા પહેલાં ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતીઃ વિવાદ એટલો વધી ગયો કે વાત ધક્કામુક્કી પર આવી ગઈ. લડાઈ શરૂ થઈ.બંનેએ જ્હાન્વીનું માથું પકડીને સીડીની રેલિંગ પર ત્રાટક્યું હતું. તેનું માથું આગળ અને પાછળથી ફૂટી ગયું હતું.આ ઘટના CCTVમાં કેદ થઈ છે. બંને આરોપીએ પોલીસને કહ્યું હતું કે તેઓ નશામાં હતાં અને તેમને કઈ યાદ નથી.પોલીસને રેપની પણ શંકા, બંને આરોપી કસ્ટડીમાં છે.

મુંબઈ પોલીસે 2 જાન્યુઆરીના રોજ બંને આરોપીને બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ સામે રજૂ કર્યાં હતાં.તેમને 7 જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં પૂછપરછ માટે મોકલવામાં આવ્યાં છે.પોલીસને આ મામલે રેપની પણ શંકા છે, અત્યારે આ બાબતે તપાસ ચાલુ છે.

Leave a Reply

You cannot copy content of this page