રવિવારનું રાશિફળ: આ રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણયો લેવા, આ રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે

રવિવારનું રાશિફળ: આ રાશિના જાતકોએ સમજી-વિચારીને

એસ્ટ્રોલોજરના ફળકથન પ્રમાણે મિથુન રાશિના જાતકોએ આજે બિઝનેસ સંબંધી કામોમાં સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે. જરાસરખી ભૂલ કે સરતચૂકથી પણ મોટું નુકસાન થઈ શકે છે. કર્ક રાશિના જાતકો આજે કોઈપણ કામમાં વધુ પૈસા ન લગાવે, કારણ કે નુકસાન થવાની શક્યતા વધારે છે. કન્યા રાશિના જાતકોને મુશ્કેલીઓ અને ગભરામણને કારણે ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકોએ બેદરકારીથી બચવું, નહીંતર ઉપરી અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે કુંભ રાશિના ધારકોએ સ્વાસ્થ્ય અને કામકાજમાં સાવધાની રાખવી પડશે. આ ઉપરાંત મેષ, વૃષભ, સિંહ, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકો ગ્રહોના અશુભ પ્રભાવથી બચી જશે.

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ભવિષ્યને લગતી યોજના ઉપર ધ્યાન કેન્દ્રિત થશે. કોઇ વારસાગત સંપત્તિને લગતું કામ અટકેલું છે તો તેનો કોઇ ઉકેલ મળી શકે છે. એકબીજા સાથેના સંબંધોમાં સુધાર આવશે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે તથા બનતાં કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે. ભાડુઆતને લગતાં મામલે કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- જો વ્યવસાય વધારવા માટે કોઇની સાથે પાર્ટનરશિપનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના ઉપર તરત કામ શરૂ કરો.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- માંગલિક કાર્યને લગતી શોપિંગની યોજના બની શકે છે. તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશો તથા પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી મહેનત અને સહયોગ સફળ થશે.

નેગેટિવઃ- ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન બતાવો. બજેટ બગડવાથી પસ્તાવું પડી શકે છે. કોઇ ઝઘડા કે મનભેદની સ્થિતિ પણ રહેશે.

વ્યવસાયઃ- આજે વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

ધનઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. તમે જે કોઇ કામને કરવાનું મનમાં વિચારશો તો તેને પૂર્ણ કરીને જ રહેશો. સંપત્તિને લગતો વિવાદ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- કોઇની મદદ કરતાં પહેલાં તમારા બજેટનું પણ ધ્યાન રાખો. તમારા સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું લાવવું જરૂરી છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળ પર તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણય યોગ્ય રહેશે.

મકરઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. કોઇ રાજનૈતિક વ્યક્તિની મદદ મળશે. સમાજમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. યુવાઓને કોઇ ઇન્ટરવ્યુ, સંમેલન વગેરેમાં સન્માન મળી શકે છે.

નેગેટિવઃ- ધનને લગતા મામલા દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરી લેવા. બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. રાજનૈતિક સંપર્કોનો ઉપયોગ કરતી વખતે કોઇ ગેરકાયદેસર કામથી દૂર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓના સહયોગથી તમે તમારા કામને વધારી શકશો.

કુંભઃ-

પોઝિટિવઃ- તમે છેલ્લાં થોડા સમયથી જે યોજના બનાવી હતી, તેને શરૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. તમારી યોગ્યતા અને આવડતનો ભરપૂર ઉપયોગ કરો. તમારા રસના કાર્યો માટે પણ થોડો સમય કાઢો.

નેગેટિવઃ- તમારી ઉદારતા તમારા માટે જ નુકસાનદાયી રહેશે. તમારું કામ કઢાવવા માટે થોડું સ્વાર્થીપણુ લાવવું પણ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી કાર્યપ્રણાલી ખૂબ જ ઉત્તમ રહેશે.

મેષઃ-

પોઝિટિવઃ- આ રાશિના લોકો પોતાના કાર્યો પ્રત્યે પૂર્ણ ક્ષમતાથી સમર્પિત રહે છે. આજે તમે દરેક મુશ્કેલ લક્ષ્યને પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઘરને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. કેમ કે, ખર્ચ વધારે રહેશે. કોઇપણ વ્યક્તિ સામે તમારી યોજના જાહેર કરવી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ક્યારેક-ક્યારેક તમારા મન પ્રમાણે કામ ન થવાથી તમે અસહજ અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમને તમારી મહેનતનું પૂર્ણ પરિણામ મળશે.

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમને આ અનુભવ થશે કે માનવ જીવનનો સાચો અર્થ શું છે. વ્યસ્ત હોવા છતાં સંબંધીઓ અને મિત્રો સાથે થોડો સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઇ સાથે વાતચીત કરતી સમયે ધ્યાન રાખો કે તમારા દ્વારા કોઇ એવી વાત બોલવામાં ન આવે, કે કોઇને મન દુઃખ થાય. કોઇ ઉધાર આપેલાં રૂપિયા પાછા માંગવાથી વાદ-વિવાદ વધી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મન પ્રમાણે ફળ પ્રાપ્ત થવાની આશા છે, પરંતુ તમારા પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહો.

મિથુનઃ-

પોઝિટિવઃ- અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ તમારા સ્વભાવને વધારે પોઝિટિવ બનાવશે. બધાં કામ સમજી-વિચારીને તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. તમને અવશ્ય સફળતા મળશે. નજીકના લોકો સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો આજે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. જેના કારણે કોઇ નજીકના વ્યક્તિનો તમારી ઉપર આરોપ લાગી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતાં કોઇપણ કામમાં ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે.

કર્કઃ-

પોઝિટિવઃ- થોડા લોકો સાથે તમારા સંપર્ક લાભદાયક બનશે. જેનાથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું પણ સમાધાન મળી શકશે.

નેગેટિવઃ- બાળકને લઇને કોઇ પ્રકારની ચિંતા રહી શકે છે. કોઇ નજીકના વ્યક્તિ સામે સમસ્યા જાહેર કરવાથી ચર્ચા-વિચારણા દ્વારા સમાધાન મળી શકશે. આજે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ નવી જવાબદારી તમારી ઉપર આવી શકે છે.

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે મુક્તિ મળી શકે છે. કોઇ જગ્યાએથી કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. વડીલોના આશીર્વાદ અને સલાહથી તમારી ઉન્નતિના નવા માર્ગ ખૂલશે.

નેગેટિવઃ- ઘરના રિનોવેશનને લગતું કોઇ કામ ચાલી રહ્યું હોય તો આ સમયે ખર્ચ વધી શકે છે. આ ચિંતાની અસર તમારા સુકૂન અને ઊંઘ ઉપર પડી શકે છે. તમારા ગુસ્સાના કારણે થોડા સંબંધોમાં મનમુટાવ પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ચાલી રહેલી સ્પર્ધામાં તમારો વિજય નિશ્ચિત છે.

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારા વ્યક્તિત્વને લગતી થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવી શકે છે. જેનાથી તમે પ્રશંસાને પાત્ર બનશો. છેલ્લાં થોડા સમયથી જે કાર્યમાં વિઘ્ન આવી રહ્યું હતું, આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની યાત્રા ન કરો, કોઇ ફાયદો થશે નહીં. આ યાત્રાથી તમને નુકસાન થશે. આર્થિક સ્થિતિને ઠીક રાખવા માટે પોતાના ખર્ચને પણ ઓછો કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે.

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ અચાનક જ પૂર્ણ થવાની સંભાવનાઓ છે. મીડિયા તથા ઇન્ટરનેટના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઇ ગતિવિધિ તમને પરેશાન કરી શકે છે. પરિસ્થિતિઓને ખૂબ જ ધૈર્ય પૂર્વક ઉકેલવાની કોશિશ કરો. આ સમયે ઘર પરિવારને લગતી દેખરેખમાં પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ- મશીન, કારખાનાને લગતાં વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

નિર્ણયો લેવા, આ રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે

Leave a Reply

You cannot copy content of this page