અનુષ્કાને જાય છે પ્રેગ્નન્સીનો છેલ્લો મહિનો, પતિ વિરાટ કોહલી આ રીતે રાખી રહ્યો છે પત્નીનું ધ્યાન

મુંબઈઃ અનુષ્કા શર્માને હાલમાં પ્રેગ્નન્સીનો છેલ્લો મહિનો જઈ રહ્યો છે. વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ અધ વચ્ચે છોડીને ભારત આવી ગયો છે, જેથી તે પત્નીનું સારી રીતે ધ્યાન રાખી શકે. પ્રેગ્નન્સીમાં અનુષ્કાને અલગ અલગ વસ્તુઓ ખાવાનું મન થઈ રહ્યું છે. હાલમાં જ અનુષ્કા પતિ વિરાટ સાથે પિત્ઝા ખાવા માટે ગઈ હતી.

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કાનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. અનુષ્કાએ પિત્ઝાની તસવીર પણ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

હાલમાં જ અનુષ્કા પતિ સાથે પહેલાં દવાખાને ચેકઅપ માટે ગઈ હતી અને ત્યાંથી તે સીધી પિત્ઝા આઉટલેટની બહાર જોવા મળી હતી.

અનુષ્કા શર્મા બ્લેક રંગના લૂઝ ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે વિરા કેઝ્યુઅલ ડ્રેસમાં હતો. બંનેએ માસ્ક પહેર્યાં હતાં.

હાલમાં અનુષ્કા માત્ર પોતાના પેરેન્ટ્સને મળવા માટે અથવા ડોક્ટરને બતાવવા માટે જ ઘરની બહાર નીકળે છે. અનુષ્કા આ મહિને ગમે ત્યારે પ્રથમ બાળકને જન્મ આપી શકે છે.

અનુષ્કા શર્મા ફોટોગ્રાફર્સ પર ભડકી હતી. અનુષ્કા પોતાના ઘરની બાલકનીમાં પતિ વિરાટ સાથે બ્રેકફાસ્ટ કરતી હતી. આ સમયે ફોટોગ્રાફર્સે ફોટો ક્લિક કર્યાં હતાં. અનુષ્કાએ ફોટો ક્લિક કરવાની ના પાડી હતી પરંતુ ફોટોગ્રાફર્સ માન્યો નહીં અને તેણે ફોટો પબ્લિશ કર્યાં હતાં.

Leave a Reply

You cannot copy content of this page