પોલીસની સરાહનીય કામગીરી, આ બાળક માટે જે કર્યું તે જાણીને તમે પણ સલામ કરશો

વડોદરા પોલીસે માનવતાનો દાખલો બેસાડ્યો હતો. હંમેસા કાનૂનના હદમાં રહીને પોલીસની વર્દીવાળાનો માનવતાનો ચહેરો જોવા મળ્યો છે. વડોદરામાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરતાં આરોપી શખ્સની ધરપકડ કરી હતી અને જેલમાં ધકેલી મુક્યો હતો.

પરંતુ તેનો 12 વર્ષનો સગીર છોકરો ભાવેશ માતાની હત્યા અને પિતા જેલમાં હોવાથી એકલો પડી ગયો હતો. આ જોતાં જ વડોદરા પોલીસે એક માનવતા તરીકે પોતાની સાથે જ રાખ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં જ છોકરા માટે એક બેડ લગાવ્યો હતો. હવે પોલીસ માનવતા તરીકે આ છોકરાની સંભાળ પોલીસ સ્ટેશનમાં જ કરી રહી છે.

જોકે અઢીયેક વર્ષ પહેલા ભાવેશની માતાની હત્યા થઈ હતી. પોલીસે જ્યારે આ ઘટનાની તપાસ કરી તો ખબર પડી કે ભાવેશના પિતાએ જ પોતાની પત્ની એટલે ભાવેશની માતાની હત્યા કરી છે. ત્યાર બાદ પોલીસે તરત જ આરોપી પિતાની ધરપકડ કરી હતી. પરંતુ વડોદરા પોલીસ ઉપર નાના છોકરા ભાવેશની જવાબદારી આવી ગઈ.

વડોદરાના એસીપી એસ.જી.પાટિલ જાતે જ આ બાળકનું ધ્યાન રાખે છે અને તેમણે પોલીસ સ્ટેશનમાં જ એક રૂમ તૈયાર કરાવ્યો અને ભાવેશને ઉંઘવા માટે એક પલંગની પણ વ્યવસ્થા કરાવી આપી હતી. ભાવેશના અભ્યાસ પર કોઈ પણ પ્રકારની અસર ના પડે તે માટે ચોપડીઓનું પણ વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત ભાવેશ માટે ખાવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.

જોત જોતામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરનાર ભાવેશ વડોદરા પોલીસનો લાડલો બની ગયો હતો. એક મહિલા પોલીસ કર્મચારી ભાવેશ માટે ઘરેથી નાસ્તો લઈને આવે છે જ્યારે તે જ પોલીસ કર્મચારી ભાવેશને રોજ સ્કુલે મુકવા અને લેવા જાય છે.

24 કલાક લોકોની સેવા કરનાર પોલીસનું આ કામ વડોદરા સહિત ગુજરાતના લોકોને બહુ જ પસંદ આવ્યું હતું. હવે ભાવેશ માટે પોલીસ સ્ટેશન જ ઘર બની ગયું છે. આ ઉપરાંત ભાવેશના ચહેરા પર સ્મિથ લાવવા માટે પોલીસ અધિકારીઓ તેની સાથે મસ્તી કરવા માટે થોડો સમય કાઢે છે. જ્યારે પણ ભાવેશ તેના પિતાને મળે છે ત્યારે તે રડી પડે છે અને તે નિરાશ થઈ જાય છે.

 

વડોદરા પોલીસનું આ પગલું પ્રશંસનીય છે. પોલીસે જે રીતે આ છોકરાને પોતાની સાથે રાખીને માનવતાની મિશાલ કાયમ કરી છે તે ચોક્કસપણે સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. મહત્વની વાત તો એ છે કે, ભાવેશને દત્તક લેવા માટે આ પોલીસ સ્ટેશનને લોકોની અવર-જવર વધી ગઈ છે.

Leave a Reply

You cannot copy content of this page