અમદાવાદના 100 વર્ષના આ દાદીમાએ 7 દિવસમાં કોરોનાને મહાત આપી, સલામ છે તેમના જુસ્સાને

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હંફાવી દીધું છે. કોરોનાને લીધે દરેક વ્યકિતની જીવનશૈલીમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું છે. કોરોનાના સંક્રમણનું સૌથી વધારે જોખમ બાળકો અને મોટીવયના વડીલોને થતું હોય છે. કોરોનાની શરૂઆતના સમયથી લઇને અત્યાર સુધીમાં 90 વર્ષીય વડીલોએ કોરોનામાંથી સાજા થઇને પોતાના જીવનની શરૃઆત કરી છે તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો શહેરના નારણપુરામાં આવેેલ રામજ્યોત સોસાયટીમાં રહેતા 100 વર્ષના દિવાળીબાએ 7દિવસમાં કોરોનાને મહાત આપીને પોતાના ઘરે પાછા ફર્યા છે.

આ વિશે દિવાળીબાએ વાત કરતાં કહ્યું કે, 28 ડિસેમ્બરે મને શરદી અને કપ થતાં કોરોનાનો રિપોર્ટ કરાવતા હું કોરોના પોઝિટિવ થઇ હતી. હોસ્પિટલમાં આપવામાં આવેલ યોગ્ય સારવારને લીધે ફક્ત 7 દિવસમાં કોરોનો મહાત આપીને એક નવા જીવનની શરૃઆત કરી છે. જીવનમાં અત્યાર સુધીમાં કોરોના થયો ત્યારે અને પાંચ વર્ષ પહેલાં કપ થઇ જવાને હોસ્પિટલના પગથિયા ચઢી હતી. જીવન-મરણ આપવાનું કામ તો ભગવાનનું છે. ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે કહેવત મારા માટે સાચી પડી છે અને ભગવાને મને એક નવું જીવન આપ્યું છે. આરોગ્યપ્રદ રીતે જીવનને જીવવાનો પહેલાંથી સંકલ્પ હતો જેને લીધે બિમારીઓનો ભોગ બની ન હતી. કોરોનાની શરૂઆતની સાથે કોરોનાનો ભોગ ન બનું તે માટે ઘણું જ ધ્યાન રાખ્યું હતું. દૈનિક જીવનના બધા જ કામ મારી જાતે કરું છું જેનાથી મને ઘણો આનંદ આવે છે.

હું આશરે ત્રણ વર્ષની હતી ત્યારે મરકી નામનો રોગ ફેલાયો હતો. આ મરકી રોગ વિશે મારા બા અને કાકા પાસેથી સાંભળ્યું હતું કે, જેમાં ઘર કે ઘરની બીજી જગ્યાએ ઉંદર પડતા હતા. કોઇના ઘરમાં ઉંદર મરી જાય અને તેને નાખવા માટે વ્યકિત ઘરની બહાર જાય તો તેનું મૃત્યુ થતું હતું. મરકી રોગમાં વ્યકિતની પીઠ પર ગાંઠ થતાં તેનું મૃત્યુ થતું હતું. તેમજ જીવનની વધુ એક છપ્પનીયા દુષ્કાળની વિકટ પરિસ્થિતના સમયમાં લોકોની પાસે ઘરમાં ખાવાનું અનાજ ન હતું તેમજ સરકાર દ્વારા જુવારનું વિતરણ કરવામાં આવ્યું હતું પછી તે પણ ખૂટી પડયું હતું જેેને લીધે મોટાભાગના લોકો ખેતરમાં જઇને જે મળે કે ખાઇને જીવન જીવતા હતા. અમુક જગ્યાએ અનાજ માટે વ્યકિતઓ વ્યકિતઓ વચ્ચે લૂંટફાટ પણ થતી હતી અને તે રીતે ઘણા લોકોએ દુષ્કાળનો સામનો કર્યો હતો.

Leave a Reply

You cannot copy content of this page