મહિલાઓ ભોજનમા સામેલ કરવા જોઈએ આ 6 સુપરફૂડ જે ખૂબ જ જરૂરી છે

શરીર માટે એક સંતુલિત ડાયેટ ખૂબ જરૂરી છે. મહિલાઓના પીરિયડ્સ, પ્રેગ્નેન્સી અને મેનોપોઝ જેવી વસ્તુઓથી પસાર થવાનું હોય છે. આ દરમિયાન બૉડીમાં કેટલાય પ્રકારના હૉર્મોનલ ફેરફાર થાય છે. એટલા માટે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે પોષણની જરૂર હોય છે. મહિલાઓ માટે કેટલીક વસ્તુઓ સુપરફૂડ માનવામાં આવે છે.

લો ફેટ દહીં :- મહિલાઓએ પોતાના ડાયેટમાં લો ફેટ યોગર્ટ સામેલ કરવું જોઇએ. એક ન્યૂટ્રિશનિસ્ટે જણાવ્યું કે, ‘દહીં બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડે છે. તેના પુરાવા મળ્યા છે કે આ પેટ સાથે સંકળાયેલી તમામ મુશ્કેલીઓને દૂર કરે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં પેટ સંબંધિત સમસ્યાઓ વધારે હોય છે. દહીં પેટના અલ્સર અને વેઝાઇનલ ઈમ્ફેક્શનના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત દહીંમાં હાડકાંને મજબૂતી આપતું કેલ્શિયમ મળી આવે છે. આ દરેક ઉંમરની મહિલાઓ માટે જરૂરી છે.’ મહિલાઓએ દરરોજ બ્રેકફાસ્ટ, લંચ અથવા તો સ્નેકમાં એક કપ દહી ખાવું જ જોઇએ.

ફૈટી ફિશ :- મહિલાઓને સૈલ્મન, સાર્ડિન અને મૈકેરલ માછલી પોતાના ડાયેટમાં સામેલ કરવી જોઇએ. આ માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તેમાં ઇકોસાપેન્ટેનોઇક એસિડ અને ડોકોસાહેક્સૈનોઇક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. ફૈટી ફિશ હૃદયની બીમારીઓ, સ્ટ્રોક, હાઇપરટેન્શન, ડિપ્રેશન, જોઇન્ટ પેન અને ઈન્ફ્લેમેશન સાથે સંકળાયેલી કેટલીય બીમારીઓને દૂર કરે છે. આ ઉપરાંત આ અલ્ઝાઇમરથી પણ બચાવે છે. અઠવાડિયામાં 2-3 વાર ફૈટી ફિશ ચોક્કસપણે ખાવી જોઇએ.

બીન્સ :- બીન્સ ફેટમાં ઓછું અને પ્રોટીન અને ફાઇબરનો એક સારો સ્ત્રોત છે. આ હૃદયની બીમારીઓ અને બ્રેસ્ટ કેન્સરના જોખમથી બચાવે છે. પ્રસિદ્ધ ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર બીન્સ મહિલાઓમાં હૉર્મોનને સ્થિર રાખે છે. તેમનું કહેવું છે કે બીન્સ મહિલાઓ માટે સૌથી સ્વાસ્થ્યવર્ધક વસ્તુ છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં છપાયેલી સ્ટડીમાં શોધકર્તાઓએ જાણ્યુ કે બીન્સ બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડે છે. બીન્સ ન માત્ર કોલેસ્ટ્રોલને ઘટાડે છે પરંતુ પેરિમેનોપૉઝ અથવા મેનોપૉઝમાં આવતા હૉર્મોન્સમાં સ્થિરતા લાવે છે.

લો ફેટ મિલ્ક અથવા ઑરેન્જ જ્યુસ :- લૉ ફેટ મિલ્ક અથવા ઑરેન્જ જ્યુસમાં મળી આવતા વિટામિન D કેલ્શિયમને આંતરડામાંથી શોષવામાં હાડકાની મદદ કરે છે. વિટામિન D શરીરને ઑસ્ટિયોપોરોસિસથી બચવામાં મદદ કરે છે અને ડાયાબિટીસ, મલ્ટીપલ સ્કેલેરોસિસ અને બ્રેસ્ટ, પેટ અને ઓવરીના ટ્યૂમરનાં જોખમને પણ ઘટાડે છે. મોટાભાગે મહિલાઓમાં વિટામિન D ની ઉણપ હોય છે. દૂધ અને ઑરેન્જ જ્યુસ ઉપરાંત ફૈટી ફિશ પણ વિટામિન Dનો ઉત્તમ સ્ત્રોત છે.

ટામેટાં :- ટામેટામાંથી મળી આવતું લાઇકોપીનને પોષક તત્ત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. અભ્યાસ અનુસાર, લાઇકોપીન બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે અને આ મજબૂત એન્ટી-ઑક્સીડેન્ટ પણ છે જે મહિલાઓને હૃદયની બીમારી સામે લડવામાં મદદ કરે છે. તાજેતરમાં એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ટામેટાંમાં મળી આવતો લાઇકોપીન વધતી ઉંમરના લક્ષણોને અટકાવવામાં મદદ કરે છે.

બેરીઝ :- બ્લ્યૂબેરી, સ્ટ્રોબેરી, રાસ્પબેરી અને ક્રૈનબેરી એન્થોસાયન જેવા મજબૂત એન્ટી-કેન્સર પોષકતત્ત્વ મળી આવે છે. અભ્યાસ અનુસાર આ મહિલાઓમાં બ્રેસ્ટ અને પેટના કેન્સરના જોખમને ઘટાડી શકે છે. આ બેરીઝમાં વિટામિન સી અને ફોલિક એસિડ પણ વધુ પ્રમાણમાં મળી આવે છે જે પ્રેગ્નેન્સીમાં મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી-એજિન્ગ તત્ત્વ પણ મળી આવે છે. બેરીઝ મહિલાઓમાં યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને પણ ઘટાડે છે.

Leave a Reply

You cannot copy content of this page