એક બે નહીં પણ એક હજાર ગર્લફ્રેન્ડ સાથે કરતો હતો ઐયાશી, ફટકારાઈ એટલા વર્ષોની સજા કે તમે કલ્પના પણ ના કરી શકો

અદનાન એક પંથનો પ્રમુખ છે અને ફરિયાદી પક્ષ નેતા સંગઠનને એક અપરાધ માને છે. અદનાન પર 1000 ગર્લફ્રેન્ડ સાથે સંબંધો હોવાનું કહેવાય છે. તુર્કીના એક મુસ્લિમ પંથના નેતા અદનાન ઓકતારને ઈસ્તાંબુલની અદાલતે 10 જુદા જુદા ગુનાઓમાં 1075 વર્ષની સજા ફટકારી હતી. અદનાન ઓકતાર લોકોને કટ્ટરપંથી મતના ઉપદેશ આપતો હતો અને મહિલાઓને તે બિલાડીઓ કહીને સંબોધતો હતો. અદનાનના ઘરેથી 69,000 ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી હતી.

અદનાન ટીવી શોમાં આ મહિલાઓ સાથે ડાંસ પણ જોવા મળ્યો હતો જેમા પ્લાસ્ટિક સર્જરી કરાવેલી હતી. તેને 1075 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એક અહેવાલ અનુસાર અદનાન પર સગીરાઓનું શારીરિક શોષણ, યૌન અપરાધ, રાજનૈતિક અને ગેરરીતિ તેમજ સૈન્ય જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વર્ષ 2018માં દેશભરમાં પાડવામાં આવેલા દરોડામાં ઓકતારના અનુયાયીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 236 લોકો વિરૂદ્ધ ખટલો ચલાવવામાં આવ્યો છે અને તેમાંથી 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અદનાને ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન જજને જણાવ્યું હતું કે, તેની લગભગ 1000 ગર્લફ્રેન્ડ છે. તેણે કહ્યું હતું કે, મહિલાઓ પ્રત્યે મારા દિલમાં પ્રેમ ઉભરાય છે. પ્રેમ માણસની ખાસિયત છે. આ એક મુસલમાનની ખુબી છે. સુનાવણી દરમિયાન અદનાનને લઈને અનેક રહસ્યો અને સનસનાટીપૂર્ણ અપરાધોનો ખુલાસો થયો હતો. અન્ય એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, હું પિતા બનવાની અસરાધણ ક્ષમતા ધરાવુ છું.

તેણે A9 નામની ટીવી ચેનલનું વર્ષ 2011માં ઓનલાઈન પ્રસારણ શરૂ કર્યું હતુ જેની તુર્કીના ધાર્મિક નેતાઓએ આકરી નિંદા કરી હતી. અદનાન સૌથી પહેલા વર્ષ 1990ના દાયકામાં દુનિયાની સામે આવ્યો હતો. તે સમયે તે એક એવા પંથનો નેતા હતો જે અનેકવાર સેક્સ સ્કેંડલમાં ફસાઈ ચુક્યો હતો.અદનાનના ઘરેથી 69 હજાર ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી હતી.

એક મહિલાએ સુનાવણી દરમિયાન ધડાકો કરતા કહ્યું હતું કે, અદનાને અનેકવાર તેનું અને અન્ય મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હતું. અનેક મહિલાઓ સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને તેમને ગર્ભનિરોધક દવાઓ ખાવા માટે મજબુર કરવામાં આવી.

Leave a Reply

You cannot copy content of this page