ઓછા વજનની અવગણના ન કરશો, જોખમી સાબિત થઈ શકે છે, વજન વધારવા આ વસ્તુઓ ભોજનમાં કરો સામેલ

જો વધુ વજન સ્વાસ્થ્ય માટે નુકશાનકારી છે તો ઓછું વજન પણ કેટલીય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. પાતળા શરીર માટે નુકશાનકારક છે. આ ન માત્ર આપણા આત્મવિશ્વાસને ઘટાડી શકે છે પરંતુ પર્સનાલિટીને પણ અસર કરે છે. કેટલાક ફૂડ્સ છે જે વજન વધારવા માટેની અસરકારક રીતની જેમ કામ કરી શકે છે. પાતળું શરીર હોવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. પાતળું શરીર તમને ઑસ્ટિયોપોરોસિસ, ફ્રેક્ચર, પ્રજનન સંબંધિત સમસ્યાઓ અને વીક ઈમ્યૂન સિસ્ટમ જેવી સ્વાસ્થ્ય ચિંતાઓથી ગ્રસ્ત કરે છે. એવામાં વજન વધારવાનો ઉપાય કરવો જરૂરી છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હેલ્ધી શરીર હોવું જરૂરી છે.

1. ચોખા
ચોખા એક કાર્બ અને કેલોરીથી ભરપૂર ભોજન છે જે ઝડપથી વજન વધારવામાં તમારી મદદ કરી શકે છે. એક કપ રાંધેલા ભાતમાં ઘણી કેલોરી અને કાર્બ્સ અને ખૂબ જ ઓછી ચરબી હોય છે. સૌથી સારી વાત એ છે કે તેને રાંધવું સરળ છે અને તેને કોઇ પણ શાકભાજીની સાથે જોડી શકાય છે. પોતાના ચોખામાં થોડીક કઢી અથવા બીન્સ મિક્સ કરો અને ડાયેટમાં સામેલ જરો.

2. નટ્સ અને નટ બટર
નટ્સ અને નટ બટર ચરબીનું સ્વસ્થ સ્ત્રોત છે અને માંસપેશીઓને પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરી શકે છે. તે બપોરની ભૂખને માત આપવા માટે યોગ્ય સ્નેક્સ બનાવે છે. પછી તમે બદામ, કાજૂ અથવા અખરોટ પસંદ કરી શકો છો. તમામ ડ્રાય ફ્રૂટ્સ સ્વસ્થ વિકલ્પ છે. વિભિન્ન પ્રકારના પોષક તત્ત્વ પ્રાપ્ત કરવા માટે તમારી પાસે મિશ્રિત નટ અને બીજ પણ હોઇ શકે છે.

3. ચિકન અને માંસ
માત્ર વજન ઘટાડવામાં જ પ્રોટીનનું સેવન વધારવાની જરૂરિયાત નથી હોતી પરંતુ વજન વધારવા માટે પણ આવશ્યક છે. માંસપેશિઓનાં નિર્માણ માટે પ્રોટીનની જરૂર હોય છે અને ચિકન અને માંસ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્રોટીનના બે સૌથી બેસ્ટ સ્ત્રોત છે. તે સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારા હોય છે.

4. ફેટી ફિશ
વજન વધારવાની કોશિશ કરતી વખતે સૈલ્મન જેવી ફેટી ફિશને સૌથી સારી માનવામાં આવે છે. સૈલ્મનમાં પણ કૈલોરી અને પોષક તત્ત્વ હોય છે, જેમાં ઓમેગા-3 અને પ્રોટીન સામેલ છે. આ વસાયુક્ત માછલીઓ તમારું વજન વધારવામાં ઘણા મદદરૂપ સાબિત થઇ શકે છે.

5. સ્ટાર્ચવાળી શાકભાજીઓ
સ્ટાર્ચવાળી શાકભાજીઓ તમારા આહારમાં વધારે કાર્બ્સ અને કેલોરી સામેલ કરવાની એક સરળ પદ્ધતિ છે. તે તમને વજન વધારવામાં મદદ કરે છે અને તમારી માંસપેશિઓના ગ્લાઇકોજન સ્ટોરને પણ વધારે છે. મકાઇ, બટાકા, બીન્સ અને શક્કરટેટ્ટી સ્ટાર્ચનો સારો સ્રોત છે અને એક કિલો વધારવાનો પ્રયાસ કરતી વખતે તમારા આહારનો એક હિસ્સો હોવો જોઇએ.

6. દૂધ
આ યાદીમાં અંતિમ દૂધ છે. દૂધ વજન વધારવા માટે ઉત્કૃષ્ટ છે અને તેના સ્વાસ્થ્ય લાભ માટે સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે. કેલ્શિયમ, પ્રોટીન, કાર્બ્સ અને ચરબીથી ભરપૂર, દૂધને આહારમાં ત્યારે સામેલ કરવા જોઇએ જ્યારે માંસપેશિઓ અથવા વજન વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પીણું તમારા હાડકાં અને દાંતને પણ મજબૂત બનાવે છે. વધુ માહિતી માટે હંમેશા ડૉકટર્સની સલાહ લેવી જરૂરી છે.

Leave a Reply

You cannot copy content of this page