14મીએ સવારે 8.16 વાગ્યે સૂર્યનો મકરમાં પ્રવેશ; જાણો તમારા માટે કેવો રહેશે શુભ સમય

14 જાન્યુઆરીએ સવારે 8.16 વાગ્યેથી સૂર્યગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરી 14 ફેબ્રુઆરી સુધી પરિભ્રમણ કરશે. આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. એ સાથે કમુરતા પણ પૂર્ણ થશે જેથી લોકો દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકશે. આ દિવસે સૂર્ય પૃથ્વીના ઉત્તર તરફ ઢળતો જાય છે, માટે તેને ઉતરાયણ કહેવાય છે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું કે, મકર રાશિમાં સૂર્ય, બુધ, ગુરૂ, શનિ જેવા ચાર ગ્રહોની યુતિ નૈસર્ગિક કુંડલીથી દસમાં ભાવે બનશે. જેને કારણે સરકારી નીતિ-નિયમો વધુ કડક બનશે. જે પ્રજાલક્ષી રહેશે. મકર રાશિ ચર હોવાથી વેપારમાં તેજી આવશે.

મકરસંક્રાંતિ દાન કરવાનો શ્રેષ્ઠસમયઃ-
સવારે 8.14 થી 4.17 વહેલી સવારે ચો પગા પશુઓને લીલુ ઘાસ ચારો, પક્ષીઓને ચણ, ગરીબોને યથાશક્તિ દાન તેમજ બ્રાહ્મણને વિશેષ દાનપુણ્ય કર્મ શ્રેષ્ઠ ગણાય છે.

રાશિ મુજબ કોણે કઈ વસ્તુ દાન કરવીઃ-

મેષ, કર્ક, વૃશ્ચિક:- ઘઉં, ગોળ, મસુરની દાળ, લાલ કાપડ, લાલ તલ, લાલ રંગની મીઠાઈ, તાંબાનું વાસણ

સિંહ,મકર,મીન:- ચણાની દાળ, ચંદન, પીળું કાપડ, કેશર, પીળા રંગની મીઠાઈ, ભોજપત્ર, પિત્તળનું વાસણ

વૃષભ,કન્યા,ધન:- ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ રંગનો કાપડ, માવાની મીઠાઈ તથા રૂપાનું દાન કરવું.

મિથુન, તુલા, કુંભ:- સ્ટીલનું વાસણ, કાળા તલ દાન કરવું.

રાશિ પ્રમાણે આ રાશિ પરિવર્તન કેવું રહેશેઃ-

મેષ:- વેપારીઓને સરકારી કામ સફળતા.નવા મકાન-વાહન ખરીદીના યોગ, સંતાન શુભ સમાચાર આપશે.

વૃષભ:- ધાર્મિક યાત્રાઓ લાંબી થશે.ધર્માચાર્યોના આશીર્વાદથી ભાગ્ય ખીલશે.નવી-નવી તકો મળી શકે.

મિથુન:- આકસ્મિક મોટા અકસ્માતની શક્યતા.વાણીથી સંબંધો બગડે. નવા કરારો વડીલના સહાયથી થઈ શકે.

કર્ક:- માનસિક ઉગ્રતા વધે. લગ્નજીવનમાં ઝઘડા સાથે મતમતાંતર થયા કરે. ભાગીદારીના ધંધામાં સંભાળવું.

સિંહ:- અજાત શત્રુ પર વિજય. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે. ડાબી આંખે તકલીફ થઈ શકે.

કન્યા:- પુત્રની ભાગ્ય ઉન્નતિ થશે.વડીલો સાથેનો સારો સંબંધ નવી તક અપાવશે.શેરબજારમાં રોકાણ કરી શકાય.

તુલા:- ધંધાદારી વર્ગને સરકારી નોટિસ મળી શકે.નવા મિત્રોથી લાભ. હૃદયની નાની-નાની તકલીફો થઈ શકે.

વૃશ્ચિક:- નવા સાહસથી સારી સફળતા પ્રાપ્ત થાય.જૂના તેમજ નવા દસ્તાવેજીકરણની તક મળશે.

ધન:- સરકારી આવક થવાનો યોગ.યુવાવર્ગને નવી તક મળી શકે. આખોમાં બળતરા થઈ શકે.

મકર:- માન-સન્માનમાં વધારો, બાકી લેણાંની સરકારી નોટિસોનો ઉકેલ આવશે. બગડેલા આરોગ્ય સુધરશે.

કુંભ:- આવક કરતા જાવક વધે. આકસ્મિક માંદગી આવી શકે. હરીફો પર વિજય પ્રાપ્ત થશે.

મીન:- દરેક ક્ષેત્રે પદોન્નતિ થાય. સરકારી લાભ, ઝવેરાતની ખરીદી મોટા પ્રમાણમાં થઈ શકે.

Leave a Reply

You cannot copy content of this page