શું તમે જાણો છો ? એક હજાર વર્ષ પહેલા ઉતરાયણ 31 મી ડિસેમ્બરે આવતી હતી ? 14 ડિસેમ્બર કાયમી તારીખ નથી

ઉતરાયણે સૂર્ય દક્ષિણ ગોળાર્ઘ તરફ ગતિ કરીને મકર રાશીમાં પ્રવેશે છે.સદીઓથી સર્જાતી આ ઘટના પર્યાવરણ,સજીવસૃષ્ટિ અને માનનજીવન માટે મહત્વની છે.ઉતરાયણના દિવસથી સૂર્યના કિરણોમાં અજવાળ વઘે છે. આ સાથે જ અંઘારામાં અટવાતા કમુર્હતાનો અંત આવે છે. સૂર્યનું ઉત્તર તરફનું આગમન એ હર્ષની ઘટના હોવાથી સમગ્ર ભારતમાં તેની ભવ્ય ઉજવણી થાય છે.

ભારતીય કેલેન્ડર મુજબ મહિના,તીથીઓ અને તહેવારો ચંદ્રની કળાના આઘારે ગોઠવાયેલા છે. આથી દેશમાં તમામ તહેવારો અને ઘાર્મિક ઉત્સવોનું આયોજન લૂનાર કેલેન્ડર મુજબ થાય છે પરંતુ અપવાદરૃપ એક માત્ર ઉતરાયણનો તહેવાર ગ્રેગેરીયન કેલેન્ડર કે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે કારણ કે અંગ્રેજી વર્ષ સૂર્યની ગતિને અનુસરે છે.આથી જાન્યુઆરી માસની ૧૪ મી તારીખે આપણે ત્યાં વણ લખાયેલી ઉતરાયણ બની છે પરંતુ આ સનાતન સત્ય નથી.

૧૪ મી જાન્યુઆરીએ ઉતરાયણ એ કાયમી તારીખ નથી.
ઉતરાયણના પ્રાચિન ઇતિહાસ અને કેલેન્ડરનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે એક હજાર વર્ષ પહેલા ભારતમાં 31 ડિસેમ્બરના રોજ ઉતરાયણ આવતી હતી. એ પછી ઉતરાયણ ખસતી ખસતી ૧૪ મી જાન્યુઆરીએ આવી છે.નવાઇની વાત એ છે કે આ તારીખ પણ કાયમી તારીખ રહેવાની નથી.જેમ કે આજથી 5 હજાર વર્ષ પછી તે ફેબુ્રઆરી ના અંતમાં અને 9 હજાર વર્ષ પછી તે છેક જૂન માસમાં આવતી હશે.

આમ આ તહેવાર સતત બદલાતો રહયો છે. હિમાલયમાંથી ઉત્તરભારતના રાજયો તરફ વહેતી પવિત્ર નદીઓ અને જળાશયોમાં સ્નાનનો મહિમા વઘારે છે. પ્રયાગ ખાતે મઘામેલાનો આરંભ થાય છે. ગંગા કાંઠે આવેલા હરીદ્વારમાં પણ શ્રઘ્ઘાળુંઓનો મેળો જામે છે.લોકો ગરીબોને દાન આપે છે પરંતુ પતંગ ઉત્સવ ગુજરાત જેવો જોવા મળતો નથી. ખેડૂતો કાપણી કરીને ફસલ ઘરે લાવ્યાની ખુશીમાં ખોવાઇ જાય છે.

તામિલનાડુ રાજયમાં આ દિવસે પોંગલનો તહેવાર ઉજવાય છે. દૂધમાં ચોખા નાખીને ખીરનો પ્રસાદ વહેંચવામાં આવે છે. સૂર્યની પૂજા કરવામાં આવે છે. આંઘ્રપ્રદેશમાં પોંગલનો ઉત્સવ ત્રણ દિવસ સુઘી ચાલે છે. આ તહેવાર દિવાળીની યાદ અપાવે તેવો ભવ્ય હોવાથી તેલુગું ભાષામાં તેને પેએન્ડા પેન્ડુગા એટલે કે મોટો ઉત્સવ કહે છે. કર્ણાટકમાં નવું વર્ષ હોત તેમ નવા કપડા પહેરીને એકબીજાના ઘરે જઇને શુભેચ્છા આપવાની પણ પ્રથા છે. કેરલમાં ઐયપ્પા ભગવાનના ૪૦ દિવસના અનુષ્ઠાનની પુર્ણાહુતી થાય છે.

ગુલાબી નગરી જયપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે.ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા,અને રાજકોટ જેવા મોટા શહેરોની ઉતરાયણ પર દેશવાસીઓની નજર રહે છે . ઉતરાયણનો એક દિવસનો આનંદ ઓછો પડતો હોઇ બીજા દિવસે વાસી ઉતરાયણ તરીકે પણ ઉજવાય છે. આ વાસી ઉતરાયણએ અમદાવાદીઓની દેણ હોવાનું માનવામાં આવે છે.

પંજાબીઓ લોહડી નામનો તહેવાર ઉજવે છે. જેમાં હોળી જેવું તાપણું કરીને ખજુર , તલ, ચોખા અને શેરડી હોમવામાં આવે છે.પશ્ચિમ ભારતમાં દાનપુર્ણ્યના ઘાર્મિક તહેવાર ઉપરાંત પતંગોત્સવ તરીકે વધુ પ્રખ્યાત છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં નાના મોટા સહુ ઘાબા અગાસી પર ચડીને પતંગ ચગાવવાનો અને કાપવાનો આનંદ લૂંટે છે. આ બે રાજયોની અસરના કારણે રાજસ્થાનમાં પણ ઉતરાયણનો ઓચ્છવ વઘ્યો છે.

Leave a Reply

You cannot copy content of this page