પત્નીએ ન થવા દીધો પતિનો અંતિમ સંસ્કાર, કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે જ !!!

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે સંપત્તિના વિવાદમાં તેના પતિની હત્યા પતિના ભાઈઓએ કરી હતી. પત્નીએ સ્મશાનઘાટ પરથી પોલીસને ફોન કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ચિતા પરથી તે શખ્સની લાશને બહાર કાઢીને તેની સાથે લઈ ગઈ હતી.
આ કેસમાં પોલીસનું કહેવું છે કે 112 ડાયલ પર કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારાએ જણાવ્યું હતું કે પોલીસને જાણ કર્યા વિના હત્યામાં માર્યા ગયેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પોલીસ સોમવારે વહેલી સવારે સ્મશાને પહોંચી હતી અને લાશને ચિતા પરથી નીચે ઉતારી હતી.
પોલીસે લાશને શબપરીક્ષણ માટે મોકલી આપી હતી. મૃતકની ઓળખ મુનેશ તરીકે હતી, જે બીલારીનો રહેવાસી છે. આ દરમિયાન મુનેશની પત્ની પૂનમે મિલકતના વિવાદમાં મુનેશના ભાઈઓ સૌરભ અને સુશીલ પર તેના પતિની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
મૃતકની પત્નીનો આરોપ છે કે મિલકતને લઈને તેના પતિ પર તેના પરિવારના સભ્યો દ્વારા વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.
પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. મોતનું વાસ્તવિક કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી જાણી શકાશે, રિપોર્ટના આધારે એફઆઈઆર નોંધવામાં આવશે.