શુક્રવારનું રાશિફળ:શુક્રવારનો દિવસ આ જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે, રોકાણ કરવા માટે સમય શુભ રહેશે

બે શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગનો સીધો ફાયદો આઠ રાશિને મળશે તો અન્ય ચાર રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. મેષ રાશિ માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. સંપત્તિ અંગેના કામોમાં ફાયદો થશે. કન્યા રાશિના જાતકો માટે ભાગ્યોદયનો સમય છે.

તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં કંઈક ખાસ કરવાની તક મળી શકે છે. વૃશ્ચિક રાશિના ગ્રહોની સ્થિતિ સારી છે. આ રાશિના જાતકોનું અટકેલું સરકારી કામ કોઈ રાજકીય વ્યક્તિની મદદથી પૂરું થઈ શકે છે. નવા એગ્રીમેન્ટ મળવાથી ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

મકર રાશિના જાતકો નવી યોજનાઓ પર કામ શરૂ કરે તો તે શુભ સાબિત થશે. આ ઉપરાંત કુંભ રાશિના જાતકોનું કામ પ્લાનિંગથી પૂરું થશે. મીન રાશિને બિઝનેસમાં ફાયદો થશે. તો વૃષભ, મિથુન, કર્ક તથા સિંહ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇપણ કામ કરતાં પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી અવશ્ય પ્રાપ્ત કરી લો. આવું કરવાથી સારી સફળતા મળી શકશે. ઘરના વડીલોની વાતોનું પણ અનુસરણ કરો, તેમના આશીર્વાદ તમારા ભાગ્યમાં વધારો કરશે.

નેગેટિવઃ- તમારી કોઇ પર્સનલ વાત સાર્વજનિક થઇ શકે છે. એટલે થોડું સાવધાન રહો. ખર્ચ વધારે રહેવાથી ચિંતા વધી શકે છે. વ્યસ્તતાના કારણે બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો.

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ કામમાં અચાનક જ સારી સફળતા મળવાથી મન ખૂબ જ પ્રસન્ન રહેશે. સાથે જ કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા મનોબળમાં વધારો કરશે. થોડો સમય સમાજ સેવી સંસ્થાના સહયોગમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. તમારું મહત્ત્વપૂર્ણ કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરી લો. સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણુ આવી શકે છે.

વ્યવસાયઃ- તમારા કાર્ય કરવાની રીતમાં થોડો ફેરફાર લાવો. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકો.

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી લગન અને મહેનત સાર્થક રહેશે. જેનાથી સમાજમાં પણ તમારા યોગદાન અને કામની ખૂબ જ પ્રશંસા થશે. અચાનક જ થોડા લોકો સાથે મુલાકાત થશે તથા આ મુલાકાત એકબીજા માટે સારી સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લઇને કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. ઘરના કોઇ સભ્યને લઇને થોડો તણાવ રહેશે. એકબીજાની સમજણ અને સમજદારી દ્વારા તેનું સમાધાન મળી શકે છે.

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારી દિનચર્યા તથા વિચારોમાં થોડું પોઝિટિવ પરિવર્તન લાવવાની કોશિશ કરશો અને સફળ પણ થઇ જશો. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પ્રસન્નતા આપશે. ભેટની લેવડ-દેવડ થશે.

નેગેટિવઃ- જમીન-સંપત્તિને લગતાં કોઇ કાર્યમાં દેવુ લેવું પડી શકે છે. પરંતુ પરેશાન થવાનો સમય નથી. સમય રહેતા દેવુ ચૂકવી શકો છો. તમારી બોલચાલની રીત અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી મહેનતનું પોઝિટિવ પરિણામ મળશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. જે કાર્યો પૂર્ણ ન થવાથી તમે આશા ગુમાવી ચૂક્યા હતાં, તે કામ પણ ખૂબ જ સરળતાથી અને મન પ્રમાણે ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- કોઇ સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે બધા સ્તરે સમજી-વિચારીને કોઇ પગલાં ભરો. બાળકોની સમસ્યાઓને તેમની સાથે બેસીને શાંતિથી ઉકેલો.

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમના યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાથી તમને ખૂબ જ સુકૂન મળશે. તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર પણ ગર્વ થશે. બાળકોની સફળતાને લગતાં કોઇ શુભ સમાચાર મળશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતું પ્લાનિંગ પણ થશે.

નેગેટિવઃ- જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં તમારું મન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આગળ વધશે. એટલે પોતાની અંદર ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ સંબંધી સાથે કે સંપત્તિને લગતો કોઇ મતભેદ ચાલી રહ્યો છે તો કોઇ અનુભવી વ્યક્તિની દખલ દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. ઘરના વડીલોના અનુભવ અને સલાહ, પરિવારના લોકો માટે આશીર્વાદ સ્વરૂપ રહેશે.

નેગેટિવઃ- ખર્ચ કરતી સમયે ઘરના બજેટનું પણ ધ્યાન રાખો. કોઇ સંતાનના મન પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહેશે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. સંબંધીઓ સાથે સંબંધ મધુર રહેશે.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ મળશે. જે ભવિષ્યને લગતા કાર્યોમાં ફાયદાકારક સાબિત થશે. જો કોઇ જગ્યાએ રૂપિયા અટવાયેલાં છે તો તેની વસૂલી કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- થોડા લોકો તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. જેના કારણે તમે નિરાશ રહેશો. પરંતુ આ ખોટી વાતોમાં ધ્યાન ન આપો, પોતાના કાર્યોમાં એકાગ્ર રહો.

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક સંસ્થા દ્વારા તમારા યોગ્ય સહયોગના કારણે સન્માનિત કરવામાં આવી શકે છે. બાળકોની કોઇ એક્ટિવિટીથી તમને ગર્વ અનુભવાશે. થોડા ખર્ચ અને પડકાર તમારા સામે આવી શકે છે. પરંતુ તમે તેનો ઉકેલ મેળવવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ અન્ય માટે પરેશાનીનું કારણ બને છે. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવો તથા પોતાની ઇચ્છા પૂર્તિ માટે કોઇપણ પ્રકારના રિસ્ક ન લેવાં

મકરઃ-

પોઝિટિવઃ- વ્યસ્ત દિનચર્યા રહેશે. તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ તથા વિવિધ લોકોનો સહયોગ તમારા માટે પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. તમે તમારી પ્રતિભાના બળે અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. માનસિક સુકૂન માટે થોડો સમય એકાંત કે કોઇ ધાર્મિક સ્થળે પસાર કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં ન આવો. વાતચીત કરતી સમેય પણ ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો. આવું કરવાથી તમને પછતાવો થઇ શકશે.

કુંભઃ

પોઝિટિવઃ- ઘર કે વેપાર બંને જગ્યાએ વ્યવસ્થા જાળવી રાખવા માટે તમે કોઇ કાયદા કાનૂન બનાવશો અને સફળ પણ રહેશો. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ ઊર્જા રહેશે. તેમના અનુભવોનું પાલન કરવું તમારા માટે સફળતાદાયક રહેશે.

નેગેટિવઃ- ધનની લેવડ-દેવડ કે ઉધાર આપવાની પ્રવૃત્તિથી બચવું. તેના કારણે તમને પણ આર્થિક નુકસાન થઇ શકે છે. વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. ગુસ્સાના કારણે બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે.

મીનઃ-

પોઝિટિવઃ- સમય મિશ્રિત ફળદાયક રહેશે. કોઇ રોકાણ કરવા માટે સમય યોગ્ય રહેશે. પહેલાં તેના અંગે યોગ્ય પ્રકારે તપાસ કરી લો. વ્યક્તિગત સંબંધો ગાઢ બનશે. બાળકોની આવક શરૂ થવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઇ પાડોસી કે મિત્ર સાથે કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. ઘરના વડીલોની સલાહને ઇગ્નોર કરશો નહીં. તમારો જ જિદ્દી સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બનશે.

Leave a Reply

You cannot copy content of this page