ફુલ જેવી નાનકડી છોકરીએ દુનિયાને કીધું અલવિદા પણ તે પહેલા પાંચ લોકોને આપી નવી જિંદગી

ગુજરાતના સુરતમાં બ્રેનડેડ જાહેર કરાયેલા ઘણાં લોકોના અંગો ડોનેટ કરવામાં આવ્યાં છે. આ અગાઉ પણ ઘણી આવી ઘટના બની ચુકી છે. ત્યારે અહીં વાત છે માત્ર 20 મહિનાની ફૂલપરી જેવી છોકરીની. હજુ તો જિંદગી પણ જીવવાની બાકી હતી ને આ નાનકડી છોકરીએ દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારે દેશમાં પહેલીવાર એવું બન્યું હશે કે માત્ર આવડી નાની છોકરીના અંગોનું દાન કરાયું હોય અને પાંચ લોકોને નવી જીંદગી આપતી ગઈ. આ સૌથી નાની ઉંમરની કેડેવર ડોનર પણ બની ગઈ છે.

દિલ્હીના રોહિણી વિસ્તારમાં 8 જાન્યુઆરીએ 20 મહિનાની ધનિષ્ઠા રમતા-રમતા પહેલા માળેથી નીચે પડી ગઈ હતી. નીચે પડતાંની સાથે જ તે બેભાન થઈ ગઈ હતી ત્યાર બાદ પરિવારજનો તેને તાત્કાલિક ધોરણે ગંગારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને ભાનમાં લાવવા માટે બહુ જ પ્રયત્નો કર્યાં હતાં પરંતુ તે ભાનમાં આવી નહોતી.

ડોક્ટરોના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. બાદમાં 11 જાન્યુઆરીએ ધનિષ્ઠાને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી. મગજ સિવાય તેના તમામ અંગો કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના માતા બબિતા અને પિતા આશિષ કુમારએ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ધનિષ્ટાનું હૃદય, લિવર બંને કિડની અને કોર્નિયા સર ગંગારામ હોસ્પિટલમાં કાઢીને પાંચ રોગીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતાં.

ધનિષ્ટાના પિતા અને માતાએ અંગદાનને લઈને હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી હતી. ધનિષ્ટાએ મોત બાદ પાંચ લોકોને પોતાના અંગો આપીને જીવનદાન આપ્યું હતું. પોતાના ચહેરાની મુસ્કાન હવે એ પાંચ લોકોના ચહેરા પર જોવા મળશે.

ધનિષ્ઠાના પિતાએ જણાવ્યું હતું કે, અમે હોસ્પિટલમાં રહેતા એવા દર્દીઓને જોયા જેમને અંગોનું ખૂબ જ જરૂરિયાત હતી. જોકે, અમે મારી પુત્રીને ખોઈ ચૂક્યા હતા. પરંતુ અમે વિચાર્યું કે અંગદાનથી બીજા દર્દીઓ જીવતા રહેશે અને તેમનો જીવ બચાવવા માટે મદદગાર પણ સાબિત થશે. અને તે લોકોને નવું જીવન પણ મળશે.

Leave a Reply

You cannot copy content of this page