આ મહિલા ઓફિસર પર તમને પણ થશે ગર્વ, હજી તો મહેંદીનો રંગ પણ ઉતર્યો નથી ને લાગી ગઈ ડ્યૂટી પર

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર હાલ એક તસવીર વાયરલ થઇ રહી છે, જે લોકોનું દિલ જીતી રહી છે. પોતાના ઘર-પરિવારથી દૂર રહી મિલિટ્રી એમ્પ્લોઈઝ માટે બનેલી વેબસાઇટ ઇન્ડિયન ડિફેન્સ ટાઇમ્સ પર તેમના જીવન સાથે જોડાયેલી અનેક તસવીરો શેર કરવામાં આવે છે. ઇન્ડિયન આર્મીમાં જીવન કેટલું મુશ્કેલ હોય છે, એ તો તમે જાણો જ છો.

લગ્નના તુરંત બાદ ડ્યુટી પર પરત ફરેલી ઓફિસરની તસવીર લોકોનું દિલ જીતી રહી છે. તસવીરમાં દેખાઇ રહેલી ઓફિસરનું નામ યુમી છે. જોકે, પોસ્ટની સાથે તેની કોઇ માહિતી જણાવવામાં આવી નથી.

 

હાથમાં મેહંદીની સાથે પોતાની ટોપી પકડેલી આ દુલ્હને લોકોનું દિલ જીતી લીધું છે. આ તસવીરોને સોશિયલ મીડિયા પર હજારો વખત શેર કરવામાં આવી રહી છે.

થોડા સમય પહેલા જ આ વેબસાઇટ પર મિલિટ્રી નર્સિંગ સર્વિસની એક ઓફિસરની તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી હતી. વાયરલ થઇ રહેલી તસવીરમાં મહિલા ઓફિસરના હાથમાં મેહંદી લગાવેલી જોવા મળે છે. સાથે જ ઓફિસરે યુનિફોર્મ પણ પહેરી રાખ્યો છે.

ખભા પર મિલિટ્રી નર્સિંગ સર્વિસની બેચ લગાવી આ દુલ્હન પર દરેક ભારતીય ગર્વ અનુભવે છે. લગ્નની આ સીઝનમાં આ તસવીરોએ લોકોનું દિલ જીતી લીધું. લગ્ન બાદ તુરંત ડ્યુટી પર પરત ફરેલી આ ઓફિસરની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે મિલિટ્રી નર્સિંગ સર્વિસની શરૂઆત 1888માં થઇ હતી, જેને બ્રિટિશ રૂલ દરમિયાન બનાવવામાં આવી હતી. ઇન્ડિયન મિલિટ્રી નર્સિંગ સર્વિસ ઇન્ડિયન આર્મીના મેડિકલ સર્વિસનો ભાગ છે. મિલિટ્રી નર્સિંગ સર્વિસિસમાં ભરતી કરવામાં આવેલા ઓફિસર્સને ભારતના રાષ્ટ્રપતિ પર્મેનન્ટ અથવા કોન્ટ્રાક્ટ પર રાખે છે.

Leave a Reply

You cannot copy content of this page