કૃણાલે પિતાને આપી મુખાગ્નિ, અંતિમ સંસ્કારમાં હાજર હાર્દિક પંડ્યા સહિત સૌ લોકોની આંખો હતી ભીની

આજે વહેલી સવારે વડોદરા ખાતે ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું હતું. હાર્ટ અટેક આવતાં 71 વર્ષના હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે કૃણાલ પંડ્યા સૈયદ અલી ટી-20 ટૂર્નામેન્ટ છોડી વડોદરા આવી પહોંચ્યો હતો જ્યારે હાર્દિક પડ્યા ભાવુક થઈને ફ્લાઈટ પકડીને મુંબઈ દોડી આવ્યો હતો. હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાની અંતિમ યાત્રા નીકળી હતી તે દરમિયાન બન્ને ભાઈએ ભાવુક જોવા મળ્યા હતાં. અંતિમયત્રામાં સગા-સંબંધીઓ સહિત મિત્રો પણ જોડાયા હતાં.

છેલ્લા થોડા સમયથી હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જોકે આજે સવારે 4 વાગ્યાની આસપાસ હાર્ટ અટેક આવતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં નિધન થયું હતું. વડોદરા વાસનાભાયલી રોડ ખાતે આવેલા ઘરેથી અંતિમયાત્રા કાઢવામાં આવી છે. ત્યારબાદ વડીવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપેર કિરણ મોરે પણ હાર્દિકના ઘરે પહોંચ્યા હતાં.

હાર્દિક અને કૃણાલ પંડ્યા વડોદરા આવ્યા બાદ બન્નેના ચહેરા ભાવુક જોવા મળ્યાં હતાં. તમામ વિદિ પૂર્ણ કર્યા બાદ પિતાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિયમ યાત્રામાં હાર્દિક અને કૃણાલની આંખોમાંથી આસું જોવા મળ્યા હતાં.

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાં પણ કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેણે ક્રિકેટ પર ફોક્સ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.

અંડર-19 ક્રિકેટ દરમિયાન હાર્દિક અને કૃણાલ પાસે પૈસા રહેતા ન હતા જેને કારણે તે મેગી ખાઈને કામ ચલાવતા હતા. તે સમયે હાર્દિકના પરિવારની હાલત પણ બરાબર નહોતી. જોકે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. ત્યાર બાદ તે સતત સારું પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી.

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઈનાન્સનો ધંધો કરતાં હતાં. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા શહેરમાં રહેવા માટે મજબૂર થયા હતા. તે સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. પરિવાર પેલા વડોદરામાં આવીને ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને પુત્રો પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.

 

Leave a Reply

You cannot copy content of this page