આજનું રાશિફળઃ આજે આ રાશીઓ માટે સારો રહેશે રવિવાર, જાણો તમારું રાશિફળ ….

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. આજે અધ્યાત્મ અને અભ્યાસને લગતાં કાર્યોમાં સારો સમય પસાર થશે. કોઇ શુભ સૂચના પણ મળી શકે છે. સામાજિક અને રાજનૈતિક કાર્યોમાં તમારું વર્ચસ્વ વધારવાનો ઉત્તમ સમય છે.

નેગેટિવઃ- બાળકના અભ્યાસને લગતી થોડી ચિંતા રહેશે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. ધ્યાન રાખો કે આળસ કે વધારે વિચારો કરવાથી સમય ખરાબ થઇ શકે છે.

મીનઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવાના કારણે તમે તમારા પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢી શકશો. બધા સાથે સારો સમય પસાર થશે. તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતાં વધારે લાભ તમને થઇ શકે છે.

નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. થોડા વિરોધીઓ તમારા માટે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. એટલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરશો.

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક તથા આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી છે. આ સમય તમને રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રાખશે. વ્યક્તિગત કાર્યોમાં સારો સમય પસાર થવાથી માનસિક શાંતિ અનુભવ થશે.

નેગેટિવઃ- તમારા વિચારોને પ્રાથમિકતા આપો. ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને પોતાનું જ નુકસાન કરી શકો છો. આજની ગ્રહ સ્થિતિ પણ થોડી એવી જ છે, એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખતાં શીખો.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે થોડી નવી જાણકારીઓ અને સમાચાર પ્રાપ્ત થશે. વાતચીત દ્વારા તમે તમારું કામ કઢાવી શકશો. વિદ્યાર્થીઓને વિદેશને લગતી પરીક્ષામાં શુભ સમાચાર મળવાની આશા છે. કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક મનમાં કોઇ વાતને લઇને નકારાત્મક વિચાર આવશે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરો, નહીંતર કોઇ વવાદમાં ફસાઇ શકો છો.

 

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તમારા માટે ભાગ્ય વૃદ્ધિ કરી રહ્યું છે. આ સમય માનસિક રૂપથી ખૂબ જ સંતોષજનક રહેશે. ભાગદોડની જગ્યાએ કામને શાંતિથી પૂર્ણ કરવાની કોશિશ કરો. બધા કામ યોગ્ય રીતે સંપન્ન થઇ જશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વધારે ચર્ચા-વિચારણાં કરવાથી પરિણામ હાથમાંથી સરકી શકે છે. એટલે યોજનાઓને બનાવતી વખતે તેને શરૂ કરવા અંગે પણ ધ્યાન આપો.

કન્યાઃ-

પોઝિટિવઃ- જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર તમારી અંદર સારું પરિણામ લાવશે. સમસ્યાઓને યોગ્ય રીતે ઉકેલવામાં પણ તમે સમર્થ રહેશો. રચનાત્મક કાર્યોમાં રસ વધશે. થોડો સમય એકાંત અથવા ધાર્મિક સ્થળે પસાર કરો.

નેગેટિવઃ- જમીન કે પરિવારને લગતો કોઇ વિવાદ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. નહીંતર વિવાદ વધી શકે છે. તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળી શકશે નહીં.

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક કોઇ વિશેષ કાર્ય પૂર્ણ થશે. ઘરમાં નવી વસ્તુની ખરીદદારી પણ સંભવ છે. કોઇ મિત્રના દુઃખ-દર્દ અને તકલીફમાં તેમની મદદ કરવી તમને આત્મિક સુખ પ્રદાન કરશે.

નેગેટિવઃ- પ્રોપર્ટી કે વાહનને લઇને કોઇ પ્રકારની સમસ્યા ઊભી થઇ શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કેમ કે, આ સમયે અચાનક જ થોડા ખર્ચ સામે આવી શકે છે.

મિથુનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થી તથા યુવા વર્ગ શિક્ષણને લગતી કોઇ દુવિધા દૂર થવાથી રાહત અનુભવ કરશે. તમને તમારા લક્ષ્યો જાતે લેવાની હિંમત મળશે. ઘરના વડીલ સભ્યોનો સહયોગ અને સલાહ તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.

નેગેટિવઃ- તમારી અંદર શંકા અને વહેમની સ્થિતિ ઊભી થવા દેશો નહીં. કેમ કે, તેની અસર તમારી માનસિક સ્થિતિ ઉપર પડશે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

મેષઃ-

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે થોડી પણ બેદરકારી તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. મનને સંયમિત રાખો તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે તો વડીલોની સલાહ લો.

કર્કઃ-

પોઝિટિવઃ- ઘણાં લાંબા સમયગાળાથી ચાલી રહેલી વ્યસ્તતાના કારણે આજે આરામના મૂડમાં રહેશો. ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિઓ સાથે મુલાકાત તમારા દૃષ્ટિકોણમાં પોઝિટિવ પરિવર્તન લાવશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ચર્ચા-વિચારણાં કરવી.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વધારે આત્મવિશ્વાસ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે શાંતિથી પરિસ્થિતિઓનું મનન કરો, તે પછી જ કોઇ પગલા ભરો.

Leave a Reply

You cannot copy content of this page