‘મને છોડવાની પણ ના પાડતો, ગળે પડી જાય તેવો માણસ છે સિદ્ધાર્થ શુકલા’

મુંબઈ: ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ કરીને પોપ્યુલર થયેલી શિલ્પા શિંદેએ ખૂબ ચોંકવનારો ખુલાસો કર્યો છે. ‘બિગબોસ 11’ની વિજેતા શિલ્પા શિંદેએ ‘બિગબોસ 13’ સિઝનની ફાઈનલ પહેલાં મજબૂત કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુકલા સામે આરોપ મૂકતાં ટીવી જગતમાં હલચલ મચી ગઈ હતી. જોકે આરોપ છતાં ‘બિગબોસ 13’ની ફાઈલનમાં સિદ્ધાર્થ શુકલા વિજેતા બન્યો હતો. શિલ્પાએ કહ્યું હતું કે તે એક સમયે સિદ્ધાર્થ સાથે રિલેશનશિપમાં હતી અને તેણે તેની સાથે મારપીટ પણ કરી હતી.

 

શિલ્પાના કહેવા મુજબ સિદ્ધાર્થ સાથે તેની મુલાકાત એક લગ્નમાં વર્ષ 2011 થઈ હતી. બંને મિત્રો હતા અને થોડીક કોફી ડેટ્સ પર પણ ગયા હતા. શિલ્પાએ કહ્યું, ‘‘આ ખૂબ કેજ્યુઅલ રિલેશનશિપ હતા. પણ તે તેને બીજા જ લેવલ પર લઈ ગયો હતો. કહેવા લાગ્યો, તુ ટાઈમ પાસ કેવી રીતે કરી શકે છે? પ્રેમ નથી તને? પણ તમને કોઈ સાથે અમુક દિવસો વિતાવવાથી પ્રેમ તો નથી થઈ જતો ને.’’ ‘બિગબોસ 13’ની ફાઈનલ પહેલાં જ શિલ્પા શિંદેના આરોપથી ટીવી જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આરોપ છતાં ફાઈનલમાં સિદ્ધાર્થ શુકલા જ વિજેતા જાહેર થયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ થોડા સમય અગાઉ ‘બિગબોસ 11’ની વિનર શિલ્પા શિંદેનો એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જેમાં તે ફોન પર સિદ્ધાર્થ સાથે વાત કરી રહી છે. આ ઓડિયો ક્લિપ બહાર આવ્યા બાદ આ આખું પ્રકરણ સામે આવ્યું હતું.

ઓડિયો ક્લિપ અંગે એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટ ‘સ્પોટબોય’એ શિલ્પા શિંદે સાથે વાત કરી હતી. જેમાં શિલ્પાએ કહ્યું હતું, ‘‘હા મારું સિદ્ધાર્થ શુક્લા સાથે અફેર હતું. રિલેશનશિપમાં સિદ્ધાર્થ ખૂબ અગ્રેસિવ હતો. તે મારી સાથે મારપીટ પણ કરતો હતો.

શિલ્પાના કહેવા મુજબ ‘‘આ ખૂબ સ્ટ્રેચ્ડ રિલેશનશિપ હતા. ગળે પળી જાય છે એ માણસ. તે લાંબા સમય સુધી મને છોડવાની ના પાડતો હતો. કેમ કે તેના ઈગોને ઠેંસ પહોંચતી હતી કે કેમ મને છોડી રહી છે? મને કહેતો હતો – તું છોડી કેવી રીતે શકે? છોડીને જો?’’

શિલ્પાએ કહ્યું, ‘‘આ બોયફ્રેન્ડ (સિદ્ધાર્થ શુક્લા) અને ગર્લફ્રેન્ડ (શિલ્પા શિંદે) વચ્ચેની વાત છે, ખૂબ મારપીટ પછીની. તેણે મને ચાલતી ગાડીમાંથી પણ ફેંકી હતી. હંમેશા મારતો હતો. મેં તેની વિરૂદ્ધમાં પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ’’

Leave a Reply

You cannot copy content of this page