મૌની રોય અને હિના ખાન કરતાં વધુ ફેન ફોલોઇંગ ધરાવે છે આ 19 વર્ષીય ટીવી અભિનેત્રી, આપે છે જબરદસ્ત ટક્કર

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અવનીત કૌર માત્ર 19 વર્ષની છે, પરંતુ ઘણા મામલામાં તે બોલિવૂડની અભિનેત્રીઓ મૌની રોય અને હિના ખાન સાથે ટક્કર આપતી જોવા મળે છે. આ દિવસોમાં તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અવનીત, મૌની રોય અને હિના ખાન સાથે બ્યુટી અને ગ્લેમરસની સાથે સાથે ફેન ફોલોઇંગના મામલામાં પણ ટક્કર આપતી જોવા મળે છે.

મૌનીના ઇન્સ્ટાગ્રામ પર 15.6 મિલિયન અને હિના ખાનના 10.9 મિલિયન ફોલોઅર છે, જ્યારે અવનીતને ઇન્સ્ટાગ્રામ પર 16.1 મિલિયન ફોલોઅર છે.

અવનીત ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને આ પ્લેટફોર્મ દ્વારા તેના ફેન્સને અપડેટ કરતી રહે છે.

આ જ કારણ છે કે અવનીતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. અવનીતની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ આવી છે.

અવનીતની દરેક તસવીર પર લાખો લાઇક્સ હોય છે. આટલું જ નહીં, તસવીના કમેન્ટ બોક્સ લોકો ઢગલામોઢે વખાણ કરે છે.

લોકો અવનીતની સુંદરતા પર ફીદા છે. આને કારણે જ અવનીતની તસવીરો ઇન્ટરનેટ પર છવાય જાય છે.

ટીવી સિવાય અવનીત કૌર બોલિવૂડની ફિલ્મોમાં સિંગલ્સ, મર્દાનીના પહેલા અને બીજા ભાગમાં જોવા મળી છે.

Leave a Reply

You cannot copy content of this page