સાસુએ પોતાના જ સગા જમાઈ પર બગાડી નજર અને કર્યા લગ્ન, દીકરીનો જ ઘરસંસાર કર્યો વેરણ-છેરણ…

લંડનઃ જ્યારે સગી માતા જ જમાઈ પર નજર બગાડે અને દીકરીના ડિવોર્સ કરાવીને પોતે લગ્ન કરી લે ત્યારે તે દીકરી પર શું વિતતી હશે? આવી જ એક કરૂણ ઘટના લંડનમાં બની છે. લૌરેન વોલ નામની મહિલાએ હાલમાં પોતાના લગ્ન તથા દિલ તૂટવાની દર્દનાક વાત શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતના હનીમૂન પર માતાને લઈને ગઈ હતી અને થોડાં જ દિવસમાં તેનું જીવન બરબાદ થઈ ગયું હતું.

હનીમૂનમાં માતાને લઈ ગઈઃ લંડનમાં ટ્વિકેનહમમાં રહેતી લૌરેન લગ્ન બાદ ઘણી જ ખુશ હતી પરંતુ તેને ખ્યાલ નહોતો કે આ ખુશી થોડા સમય માટે જ છે. તે પોતાના હનીમૂન પર માતાને લઈ હતી. અહીંયા તેના પતિ તથા માતા વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી હતી. પોલ પત્નીને બદલે સાસુમા જોડે વધુ સમય પસાર કરતો હતો પરંતુ લૌરેનને આ વાતને ઘણી જ સહજતાથી લીધી હતી.

સાસુ-જમાઈ વચ્ચે સંબંધોઃ લગ્નના આઠ અઠવાડિયા બાદ જ લૌરેનને સાચી વાત ખબર પડી ગઈ હતી. પતિ પૌલ ઘર છોડીને જતો રહ્યો હતો અને તે સાસુમા સાથે રહેવા લાગ્યો હતો. નવ મહિના બાદ લૌરેનની માતાએ પોલના બાળકને જન્મ આપ્યો હતો. સાસુમાએ શરૂઆતમાં જમાઈ સાથેના સંબંધોને સ્વીકાર્યા નહોતા. જોકે, આ સમયે લૌરેન સાવ એકલી પડી ગઈ હતી. એક માતા જ્યારે દીકરીનો સંસાર ઉજાડે ત્યારે શું થાય, તેની વ્યથા માત્ર દીકરી જ સમજી શકે છે. લૌરેન આજે પણ માતાને માફ કરી શકી નથી.

લગ્ન પહેલાં દીકરાની માતા બનીઃ લગ્નના થોડા જ દિવસમાં તેનો પતિ પોલ તેનાથી અલગ થઈ ગયો અને તે સાસુમા જુલી સાથે રહેવા લાગ્યો હતો. જોકે, લૌરેનને પોતાની માતા તથા પતિની કરતૂતોની પછી જાણ થઈ હતી. 34 વર્ષીય લૌરેને કહ્યું હતું કે લગ્નમાં તેની માતાએ 14 લાખ રૂપિયા ખર્ચ કર્યાં હતાં. તે લગ્ન પહેલાં જ પોલ સાથે લીવ-ઈનમાં રહેતી હતી અને તેમને એક દીકરો હતો.

જેના પર વિશ્વાસ મૂક્યો તેણે જ છેતરપીંડી કરીઃ લૌરેને કહ્યું હતું કે તેણે દુનિયામાં જે બે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો તેણે જ વિશ્વાસઘાત આપ્યો હતો. આથી જ તે માતાને ક્યારેય માફ કરી શકશે નહીં. લૌરેને 2004માં લગ્ન કર્યાં હતાં. લૌરેનની માતા જુલીએ 2005માં પૌલના સંતાનને જન્મ આપ્યો હતો.

માતાના લગ્નમાં દીકરી હાજર રહીઃ જુલી તથા પૌલે 2009માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં લૌરેન પણ આવી હતી. જે વ્યક્તિ સાથે તેણે લગ્ન કર્યાં હતા, તે જ વ્યક્તિ હવે તેનો પિતા હતો. વર્ષો સુધી આ વાત મનમાં રાખીઃ લૌરેને આ વાત વર્ષો સુધી મનમાં રાખી હતી. તેણે ક્યારેય ખુલીને આ વાત કરી નહોતી. જોકે, હવે તે લગ્ન તૂટવા અંગે વાત કરે છે. લૌરેનની માતા પોતાના પતિ સાથે સુખેથી જીવન જીવે છે તો લૌરેનને પણ નવો પાર્ટનર મળી ગયો છે.

લૌરેન ચોથા સંતાનની માતા બનશેઃ લૌરેન હવે ચોથા બાળકને જન્મ આપવાની છે. તેના માટે આ સરળ નહોતું. તે ઘટનાની અસર તેના પછીના સંબંધ પર પણ પડી. પોલને જ્યારે લૌરેનના દાવાઓ અંગે પૂછવામાં આવ્યું તો તેણે વાત કરરવાનો ઈનકાર કર્યો હતો. તો લૌરેનની માતા જુલીએ કહ્યું હતું કે તેની અને પોલ વચ્ચે ક્યારેય અફેર નહોતું. તેઓ પરિણીત છે.

Leave a Reply

You cannot copy content of this page