આ 82 વર્ષના ગુજરાતી દાદીમાએ સાડી પહેરીને કરી એવી એવી કસરત કે તમે પણ કહેશો…વાહ

કોરોના વાયરસ જેવા રોગચાળા દરમિયાન ચેપ અટકાવવા માટે આપણે બધા ઘરે જ રહીએ છીએ. આ વિચિત્ર પરિસ્થિતિઓ વચ્ચે, અન્ય વસ્તુઓની વચ્ચે, મોટાભાગના લોકોની તંદુરસ્તી બગડી ગઈ છે કારણ કે, તેઓ જિમ, પાર્ક અથવા ચાલવા જઇ શકતા ન હતા. જો કે, આ સમય દરમિયાન એક 82 વર્ષીય મહિલાનો કસરત કરતો એક વીડિયો વાયરલ થયો છે, જે દરેકને સક્રિય રહેવાની અને કસરત કરવા માટે પ્રેરણા આપે છે.

82 વર્ષીય દાદીનો વીડિયો પહેલી વાર ત્યારે વાયરલ થયો હતો જ્યારે તેના પૌત્ર ચિરાગ કોરડિયાએ તેની સાડીમાં કસરતનો વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, જો મજબુત ઇચ્છાશક્તિ હોય તો ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી.

અમે વાત કરી રહ્યા છીએ તે દાદીની જેમનો વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.તે સ્વસ્થ રહીને લોકોને પોતાની શરતો પર જીવવા પ્રેરણા આપતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે કોરડિયા સરનેમ ગુજરાતી હોય છે અને આ વીડિયો પરથી લાગે છે કે 82 વર્ષીય દાદી ગુજરાતી જ છે.

પૌત્રએ કહ્યું કે તેની દાદી તાલીમ લઈ રહી છે કારણ કે, તેઓ કોઈ પણ ડર વિના પોતાના દૈનિક કાર્યો કરવા માટે સક્ષમ થવા માંગે છે. જેથી તેઓ મજબૂત, સ્વતંત્ર અને સક્ષમ અનુભવી શકે. તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે, આટલી મોટી ઉંમરે દાદી માટે વજન ઉપાડવું સલામત છે કે કેમ, ઘણા લોકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ચિરાગે તેની દાદીનો વજન ઉઠાવતા, સ્ક્વોટ્સ, ડેડલિફ્ટસ જેવી અન્ય કસરતો કરતા એક વીડિયો શેર કર્યો હતો. ચિરાગના જણાવ્યા અનુસાર, તેની દાદી એક બાળકના રૂપમાં એક ખૂબ મહેનતુ વ્યક્તિ હતા. તે સ્વીમિંગ કરતા હતા, ઘણી રમતો રમતી હતી અને લગ્ન કર્યા પછી પણ શારીરિક રીતે ખૂબ સક્રિય રહેતા હતા.

જો કે, વૃદ્ધાવસ્થામાં તેના પગની ઘૂંટી ઉપર વાગ્યુ હતું, અને પછી તે એક દિવસ પલંગ પરથી પડી ગયા હતા. તે સમયથી તેમની તબિયત લથડવાનું શરૂ થયુ હતુ. દાદી જમીન પર ચાલતા અથવા કંઈપણ ઉપાડતા ડરતા હતા

હ્યુમન ઓફ બોમ્બેની તાજેતરની પોસ્ટમાં, 82-વર્ષીય દાદીએ તેમની સફર વિશે જણાવ્યુકે, નિયમિત રીતે કસરત કરવાથી તેમનું જીવન કેવી રીતે બદલાયું. તેમણે કહ્યું, “ધીરે ધીરે, અમે પલંગ પરથી ફ્લોર પર અને પાણીની બોટલોથી ડમ્બેલ્સ સુધી પહોંચી ગયા હતા.મારા પગમાં સોજો ઓછો થયો અને મારા હાથ અને બાજુઓમાં ફરી શક્તિ મળી. સમય જતાં સાંધાનો દુખાવો અને બીપીની સમસ્યા પણ સમાપ્ત થઈ ગઈ.

લેખક: Team ApnuGujarat

તમે આ લેખ આપણું ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો,તેમજ તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર લેખો,વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ધાર્મિક વાતો, બોલીવુડની ખબરો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ આપણું ગુજરાત લાઈક કરો.

Leave a Reply

You cannot copy content of this page