ક્યારેય નહીં જોયું હોય આવું કાશ્મીર, ચારે બાજુ બસ બરફની સફેદ ચાદર, પાઈપનું પાણી પણ જામી ગયું

જમ્મુ-કાશ્મીરમાં અત્યારે હાડથીજાવતી ઠંડી પડી રહી છે. ઠંડીને લીધે અહીં ડલ લૅકનું પાણી પણ બરફ બની ગયું છે. એટલું જ નહીં રોડ પણ બરફની મોટી ચાદર પથરાઈ ગઈ છે અને પાઇપમાં પણ પીવાનું પાણી જામી ગયું છે. આ વાત પરથી અંદાજો લગાવી સકાય છે કે, જમ્મુ-કાશ્મીરની કેટલી ગંભીર હાલત હશે.

આખા કાશ્મીર ઘાટીમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. કાશ્મીરના ફૅમશ ડલ લૅક અને અન્ય જળાશયોના મોટાભાગમાં પાણી જામી ગયું છે.

તો શ્રીનગરમાં ચાર દિવસ પહેલાંની રાત છેલ્લાં 30 વર્ષમાં સૌથી ઠંડી રાત હતી. શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન 0થી -8.4 ડિર્ગી નીચે નોંધાયું હતું. જે 30 વર્ષમાં શહેરનું સૌથી ઓછું તાપમાન છે.

શ્રીનગરમાં અત્યારસુધીનું સૌથી ઓછું તાપમાન વર્ષ 1893માં 0થી -14.4 ડિગ્રી નોંધાયું હતું. ઘાટીના બીજા ભાગમાં ઠંડી ખૂબ જ વધી હતી.

વર્ષ 1995માં શ્રીનગરમાં તાપમાન 0થી -8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 1991માં તાપમાન 0થી -11.3 ડિગ્ર તાપમાન નોંધાયું હતું.

દક્ષિણ કાશ્મીરમાં પહેલાગામ પર્યટન રિસોર્ટમાં ન્યૂનતમ તાપમાન 0થી -11.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ રિસોર્ટ જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઠંડુ સ્થાન રહ્યું હતું.

ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ન્યૂનતમ તાપમાન 0થી -6.7 ડિગ્રી સેલ્સિયલ તાપમાન નોંધાયું હતું.

ગુલમર્ગ પર્યટક સ્થળમાં ન્યૂનતમ તાપમાન 0થી -7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જ્યારે દક્ષિણમાં કોકેરનાગમાં 0થી -10.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શહેરના રોડ પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. જેમાં લોકો માટે ગાડી ચલાવવાનું મુશ્કેલ હતું.

કાતિલ ઠંડીને લીધે ડલ લૅક સહિત ઘણાં જળાશયોનો મોટાભાગનું પાણી જામી ગયું હતું. ન્યૂનતમ તાપમાન ઓછું થતાં પાઇપમાં પણ પાણી જામી ગયું હતું.

Leave a Reply

You cannot copy content of this page