અમદાવાદના આંગણે બનશે 1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાનું મંદિર, આવો હશે ભવ્ય નજારો

અમદાવાદ: એસ.જી.હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર નજીક પાટીદારોની મુખ્ય સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ વિશ્વના સૌથી મોટા મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરશે. 100 વિઘામાં 1000 કરોડના ખર્ચે મંદિર અને વિશ્વ ઉમિયાધામનું સંકુલ બનાવવામાં આવશે. મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ 28 અને 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે યોજાશે. જેને લઈને સમગ્ર ગુજરાતના પટેલો થનગની રહ્યાં છે.
1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું મંદિર અને સંકુલ બનાવવા આવશે. અત્યાર સુધી વિશ્વમાં આટલું મોટું મંદિર ક્યાંય બનાવવામાં આવ્યું નથી. મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ 28 અને 29 ફેબ્રુઆરી કરવામાં આવશે.
એસ.જી. હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ દ્વારા ‘મા ઉમિયા’ના મંદિર બનાવી રહી છે જે વિશ્વનું સૌથી મોટું મંદિર બનાવવામાં આવશે. આ મંદિર અને સંકુલ કુલ 100 વિઘામાં તૈયાર કરવામાં આવશે.
28 અને 29 તારીખે આ શિલાન્યાસમાં ગુજરાત અને વિશ્વમાંથી ઉમિયા માતાના 3 લાખ જેટલા ભક્તો ઉમટી પડશે. જ્યારે સંતો, રાજકારણી, અને પાટીદાર સમાજના અગ્રણીઓ અહીં આવી પહોંચશે. ઉમિયા માતાના મંદિરના શિલાન્યાસમાં 21 જેટલા દિગ્ગજ સંતો-મહંતો, મહામંડલેશ્વર તેમજ કથાકારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શિલાન્યાસ સમારોહમાં મહંતસ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
શું છે મંદિરની વિશેષતા: આ મંદિરની ઉંચાઈ 431 ફૂટ એટલે 131 મીટર હશે. ઉમિયા માતાના મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ભારતીય આર્કિટેકના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરવામાં આવશે. માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી આખા અમદાવાદનો નજારો જોઈ શકાશે.
ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવવામાં આવશે. જેમાં લુપ્ત થતાં 3000 જેટલા વૃક્ષો રોપવામાં આવશે.
મંદિરની વ્યુ ગેલેરી અંદાજે 270 ફૂટ ઉંચી હશે. મંદિરનો ગર્ભગૃહ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ડિઝાઈન પ્રમાણે તૈયાર કરવામાં આવશે. ગર્ભગૃહમાં 52 ફૂટ ઉંચા સ્થાન પર મા ઉમિયા બિરાજશે થશે. મા ઉમિયાની સાથે શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવશે.