‘હું ગામમાં તો ઠીક ફેમિલીને મોં દેખાડવા જેવી નથી રહી’, આગળ વાંચીને તમારું હ્દય પણ કંપી ઉઠશે

‘હેલો આઇ એમ….આજે મારી લાફઇનો લાસ્ટ ડે છે હું સુસાઇડ કરવા જઇ રહી છું’ આવા ઉદ્દબોધન સાથે ચાર પેજની નોટ લખીને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. ઘટના બની છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં. સુસાઇડમાં નોટમાં લખેલી વિગતો જોતા 20 વર્ષની વિદ્યાર્થીની સાથે તમામ પ્રકારના સબંધો રાખીને પ્રેમીએ દગો કર્યો હોવાનું સ્પષ્ટ થતાં હાલોલ પોલીસે પ્રેમી યુવાનની સામે મૃતક વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ, યુવતીનો મોબાઇલ નંબર સુદ્ધા બ્લોક કરી દઇને ઇજ્જત કાઢીને મરવા માટે મજબુર કરી દુષ્પ્રેરણા આપી હોવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

પંચમહાલના હાલોલની એક કૉલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. કોપરેજ ગામની યુવતીએ સાત પાનાની સુસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને આત્મહત્યા કરી છે. યુવતીના આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી સાથે તેના પ્રેમીએ વારંવાર શરીર સુખ માણ્યું હતું. બાદમાં તેને તરછોડી દીધી હતી. જેથી યુવતીને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો. આ મામલે પોલીસે મરણજનાર કોલેજીયન ગર્લના પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાત એમ બની કે હાલોલ તાલુકાના કોપરેજ ગામે રહેતી 20 વર્ષની વિદ્યાર્થિની ચાંદની (નામ બદલ્યું છે) હાલોલની એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 25 જાન્યુઆરીના રોજ ઘરેથી કોલેજ જવા નીકળી હતી. બપોર બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, મિત્રો તથા સંબંધીઓમાં પૂછપરછ કરી હતી. હાલોલ નજીક રામેશરા પાસે નર્મદા કેનાલના સિક્યુરિટીને પણ ચાંદની ગુમ થયા અંગેની ફોનથી જાણ કરી હતી. તેની સાથે સાથે તેઓ હાલોલ પોલીસ સ્ટેશન ગુમ થયા અંગેની જાણ કરવા જતા હતા. તે દરમિયાન પરિવારને જાણ થઈ કે કાલોલ શક્તિપુરા નર્મદા કેનાલ પાસે ગેટ નજીક એક યુવતીની લાશ પાણીમાં તરી રહી છે. જ્યારે સ્થળ ઉપર પહોંચતા કપડાં ઉપરથી તેના પિતાએ તેની લાશ ઓળખી હતી.

આ અંગેની તાત્કાલીક કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મુકાવી હતી. જેમાં પાણી પી જવાથી શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાનું કારણ જણાવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીના પિતરાઇએ પૂણેમાં રહેતી તેની બહેનને વોટ્સ અપ ગ્રુપમાં મૃતક વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ મુકી હોવાની વિગતો જણાવી હતી. જે સુસાઇડ નોટ તેઓને ફોરવર્ડ કરતા આ સુસાઇડ નોટ જોતા અંગ્રેજીમાં મરનાર યુવતીએ પોતે સુસાઈડ કરવા જઈ રહી હોવાનું તથા સુસાઈડનું કારણ ગામના એક યુવાન રાહુલકુમાર નગીનભાઈ સોલંકી સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું.

 

અક્ષરર સુસાઈડ નોટ:  હેલ્લો, આઈ એમ…….. આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. હું સુસાઈડ કરના જા રહી છું. હું કોપરેજ ગામથી બિલોંગ કરું છું. મારું સુસાઈડ કરવાનું રિઝન રિલેશનશીપ છે. તો કોપરેજ ગામનો સોલંકી રાહુલકુમાર નગીનભાઈ છે. એક્ચ્યુલી તેને મારી સાથે સેક્સુઅલ રિલેશન છે. તેને મને ખોટી ખોટી વાતોમાં પહેલા તો ફસાઈ. તે ડેઈલી મને મળતો હતો અને સેક્સ કરતો હતો. હું આને લવ સમજી બેઠી. તેને મારી સાથે વન યર ઉપર રિલેશનશીપ રાખ્યા. જ્યારે

તો તેને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે એમ અને ગામમાં તેને આ વાત કરી કે હું તેની સાથે મેરેજ માટે બ્લેકમેલ કરુ છું. આવી રીતે અને બીજું કે હું તેના પૈસા જોઈને તેની લાઈફમાં આયેલી આ વાત કરી તેના કારણે હું ગામમાં ફેસ દેખાડવા લાયક નથી રહી તો હું કામ કરું છું.

 

તેની લાઈફમાં બીજી ગર્લ્સ આઈ તો મને ઈગ્નોર કરવા લાગ્યો. મારું વોટ્સએપ નંબર બ્લોક કરી દીધું. તેના મારા પહેલા પણ બવ ગર્લ્સ હતી. લાઈફમાં મને ખબર નહોતી કે તે ગર્લ્સનો યુઝ કરીને છોડી દે છે. જ્યારે મેં તેને કીધું તો તે બહાના બનાવા લાગ્યો તો મારી પાસે ફોટોઝ હતા તો અપલોડ કર્યા હતા. તો તેને જ પણ ફોટો હાતા મારા ફોનમાં તેને ડિલિટ કરવા માટે તો મને મળ્યો હતો. ૨૨ જાન્યુઆરી રિસ્ટાર્ટ કરીને છોડી દીધી રસ્તામાં અને તેને મારો

બહુ જ યુઝ કર્યો હતો એટલા માટે હું છોડી શકી નહીં. મેં ફર્સ્ટ ટાઈમ કોઈના પર ટ્રસ્ટ કર્યો તેના માટે મારું કેરીયર, ફ્યુચર મારા પપ્પાના ડ્રીમ, ટ્રસ્ટ બધું જ ઓવર કરી નાખ્યું હતું. એટલા માટે મેં તેના અને મારા ફોટોઝ અપલોડ કરી દીધા બિકોઝ તેને મારો યુઝ પણ કર્યો અને ગામમાં મારી જ ગાંડી વાત કરતો હતો. મને ખબર નહતી. તેને મારા જ માટે મને સેકન્ડમાં મરવા માટે છોડી દીધી. તેને ખબર છે હું આ કામ કરવાની છું.

 

 

મેં ગામમાં તો શું મારી ફેમિલીને ફેસ દેખાડવા નથી રહી બિકોઝ પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે તમારી ઈમેજ ખરાબ નઈ થવા દઉં. તમને કોઈ કમ્પલેન નઈ આવે. બટ હુ સ્ટડી માટે પૂણે ગઈ હતી તે બોયઝ માટે હું ઘરે આઈ ગઈ બટ તે મારો યુઝ કરતો હતો. મને ખબર નહતી હું મારી ફેમિલીની માફી માગું છું કે તમારી ઈમેજ ખરાબ કરી. ઓલ ગર્લ્સ પ્લીઝ કોઈ બોયઝ માટે પપ્પાના ડ્રીમ પર પાણી ના ફેરવતાં એન્ડ પ્લીઝ ઓલ બોયઝને હું રિક્વેસ્ટ કરું છું પોતાના ટાઈમપાસ હવસ પૂરવા કરવા માટે કોઈ ગર્લ્સની લાઈફ ઓવર ના કરશો.

 

મેં તે બોયઝ માટે મારી લાઈફ ઓવર નથી કરતી. બટ હું ક્યાંય ફેસ દેખાડવા લાયક નથી છોડી તેને અને ફેમિલીનો ટ્રસ્ટ તોડ્યો છે, એટલા માટે હું આ સ્ટેપ ભરું છું. તેની લાઈફમાં હું તેના પર ટ્રસ્ટ કરીને ગઈ હતી બટ તેને ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યો છે. તેનું કામ પૂરું થતાં મને છોડી દીધી અને મારી જ ગામમાં ગંદી વાત કરી તેનાથી મારી ફેમિલીની ઈમેજ ખરાબ થઈ તેનું રિઝન હું છું. તો મારી લાઈફ અહીંયા સ્ટોપ કરી દઉ છું.

Leave a Reply

You cannot copy content of this page