સુંદરતાને કારણે નહીં પણ આ બાબતને લીધે અભિએ ઐશ્વર્યા રાયને બનાવી પોતાની પત્ની, આ ખાસ વાતે છે પસંદ

મુંબઈઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનને પર્ફેક્ટ કપલ કહેવામાં આવે છે. બંને વચ્ચે ક્યારેય તણાવના સમાચાર સામે આવ્યા નથી. કદાચ ઓછાં લોકો જાણે છે કે, ઐશ્વર્યા અભિષેક કરતાં ત્રણ વર્ષ મોટી છે અને બંને વચ્ચે સારું બોન્ડિંગ છે. અત્યારે લૉકડાઉનને લીધે ફેમિલિ સાથે સમય પસાર કરી રહ્યા છે.

‘ગુરુ’ના શૂટિંગ વખતે અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાયને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. 2007માં બંનેના લગ્ન થયા અને તે બચ્ચન પરિવારની વહુ બની. તેમને એક દીકરી છે, જેનું નામ આરાધ્યા છે.

અભિષેકને 3 વર્ષ મોટી ઐશ્વર્યા સાથે લગ્ન કરવાનો સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ‘તે બોલિવૂડની સફળ એક્ટ્રસ અને મિસ વર્લ્ડ રહી ચૂકી છે. આ કારણે તેની સાથે લગ્ન કર્યાં નથી.

તે લગ્ન કરવા માટે એટલે તૈયાર થયાં કેમ કે તે ખૂબ જ સારી વ્યક્તિ છે. તે એક એવી મહિલા છે, જે રાત્રે વગર મેકઅપે રહે છે અને જેવી છે તેવી લોકો સામે રહે છે. તે ક્યારેય દેખાડો કરતી નથી.’

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન બચ્ચન પરિવારના ‘પ્રતીક્ષા’ બંગલામાં થયા હતા અને રિસેપ્શન તાજ હોટેલમાં થયું હતું. લગ્ન સમયે એશ્વર્યા 33 વર્ષની હતી અને અભિષેક 31 વર્ષનો હતો.

જો કે, ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા પહેલાં અભિષેકના લગ્ન કરિશ્મા કપૂર સાથે નક્કી થયા હતા અને બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. કરિશ્માએ કહ્યું હતું કે, ‘અભિષેક બચ્ચને ડાયમંડની રિંગ સાથે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને મેં તરત જ હા પાડી દીધી હતી.’ પણ, આ સંબંધ જોડાયા પહેલાં જ કરિશ્માની માતાને લીધે તૂટી ગયો હતો.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ (2000), ‘કુછ ના કહો’ (2003), ‘ઉમરાવ જાન’ (2005), ‘ધૂમ-2’ (2006) અને ‘ગુરુ’ (2007)માં બંનેએ કુલ સાત ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન પછી બંનેએ ફિલ્મ ‘સરકાર રાજ’(2008) અને ‘રાવન’(2010) ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

Leave a Reply

You cannot copy content of this page