નડિયાદના સિક્યુરિટી ગાર્ડની દીકરીએ વર્લ્ડ લેવલે વગાડ્યો ડંકો, જીત્યો સુંદરતાનો ખિતાબ

ગુજરાતની વધુ એક દીકરીએ રાજ્યને ગૌરવ અપાવ્યું છે. વાત છે નડિયાદની ફિઝિયોથેરાપિસ્ટ બ્રેવશી રાજપૂતની. જેણે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020માં નોમિનેટ થઇ છે. મધ્યમ વર્ગમાંથી આવતી બ્રેવશીના પિતા સિક્યુરિટી ગાર્ડ છે અને માતા શિક્ષિકા છે. હવે તે નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, બ્રેવશી રાજપૂતનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે અને નડિયાદમાં સ્થાયી થયો છે. બ્રેવશીના પિતા નડિયાદમાં ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના માતા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા છે. બ્રેવશીના નાના નિવૃત્ત એસઆરપી જવાન છે અને નડિયાદમાં સ્થાયી થયા છે. તેમણે પોતાના ખર્ચે બ્રેવશીને ફિઝિયોથેરાપિસ્ટ બનાવી અને બ્રેવશીના મોડલિંગના શોખને પણ પ્રોત્સાહન આપતા ગુજરાતની આ દીકરીએ પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે.

ગુજરાતનું નામ રોશન કરનાર નડિયાદની 23 વર્ષીય બ્રેવશી રાજપૂત ગુજરાત કક્ષાના મોડેલિંગ ટાઇટલની વિજેતા બની છે. ફિઝિયોથેરાપિસ્ટ એવી બ્રેવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 ટાઇટલ માટે ઓનલાઈન ઓડિશન આપ્યું હતું. આ સ્પર્ધામાં ઓનલાઈન વોટિંગમાં બ્રેવશી સૌથી વધુ મત મળ્યા હતા અને ટાઇટલ જીત્યું હતું.

આ ઉપરાંત ઓનલાઈન વોટિંગમાં પણ સૌંદર્યના કામણ થકી સૌથી વધુ મત મેળવી મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નો ખિતાબ પણ તેણે જીતી લીધો છે. ડો.બ્રેવશી રાજપૂત આ બન્ને સ્પર્ધામાં વિજેતા થતા તેને દિલ્હીમાં યોજાનાર મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ની સ્પર્ધામાં ભાગ લેવા માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.

હવે બ્રેવશી દિલ્હીમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ટાઇટલ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરના ટાઈટલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે નોમિનેટ થઈ છે. દિલ્હીમાં થનારી સ્પર્ધામાં તે ભાગ લેશે અને જો તે આ ટાઇટલ જીતશે તો તેને સિંગાપોરમાં ઇન્ટરનેશનલ ટાઇટલમાં ભાગ લેવાની તક મળશે. જોકે હાલ તો ગુજરાત કક્ષાનું ટાઇટલ બ્રેવશીએ પોતાના કર્યું હોવાને લઈ પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.

બ્રેવશીની સુંદરતા જોઈને તેને સ્પર્ધામાં ઉતારવાનું કામ તેની માસીએ કર્યુ હતું. માસીએ બ્રેવશીના વીડિયો અને કેટલાક ફોટા મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ટાઇટલ કોમ્પિટિશનમાં મોકલ્યા કર્યા હતા. જેમાં બ્રેવશી પસંદ થઈ હતી. જોકે આ સૌંદર્ય સ્પર્ધા ભાગ લેતા અગાઉ તેણે ક્યારેય કોઈ ટ્રેનિંગ લીધી નથી. પરંતુ હવે આ નેશનલ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા બનતા નેશનલ ટાઈટલ જીતવા માટે તેણે તમામ તૈયારીઓની સાથે સખત મહેનત શરૂ કરી દીધી છે. વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈને આ દીકરી અંગે જાણ થતાં તેમણે પણ બ્રેવશીને દિલ્હી અને સિંગાપોર જવા અને તમામ પ્રકારની મદદની ખાતરી આપી તેને પ્રોત્સાહન પુરું પાડ્યું છે.

Leave a Reply

You cannot copy content of this page