દુલ્હનનો ઘૂંઘટ ઉઠતાં જ ઉડી ગયા દુલ્હાના હોશ, વહુનો ચહેરો જોઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા સાસરિયાવાળા

ભોપાલઃ દેશમાં લૂટેરી દુલ્હનની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોય છે એવામાં મધ્યપ્રદેશના ભિંડ શહેરમાં પણ લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના મંડપમાં કન્યા બદલી લેવામાં આવી હતી. એટલે કે સગાઇ સમયે જે યુવતીને બતાવવામાં આવી હતી તે યુવતી લગ્નના મંડપમાં દુલ્હન નહોતી. એટલે કે સગાઇ બીજી યુવતી સાથે કરાવવામાં આવી અને લગ્ન બીજી યુવતી સાથે કરાવવામાં આવી રહ્યા હતા.

યુવકના પિતા ભગવતીએ પોલીસને જણાવ્યું કે, સગાઇ કોઇ અન્ય યુવતી સાથે કરાવવામાં આવી હતી પરંતુ છોકરીવાળાઓએ લગ્ન બીજી યુવતી સાથે કરાવી દીધા હતા. વાસ્તવમાં 23 ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશના અટેરમાં રહેનારા ભગવતી પરિવારના દીકરા રૂપેન્દ્રની સગાઇ ગોહદના પરમાલની દીકરી ભાવના સાથે નક્કી કરી હતી. લગ્નની તારીખ 16 જાન્યુઆરી રાખવામાં આવી હતી.

છોકરાના પરિવારજનોએ કહ્યું કે, 16 જાન્યુઆરીના રોજ લગ્ન હતા. તે કન્યાને વિદાય કરાવવા માટે પોતાના ઘરે લઇને આવ્યા હતા પરંતુ જ્યારે અમે ઘર આવીને તેનો ચહેરો જોયો તો તે યુવતી એ નહોતી જેની અમારા દીકરા સાથે સગાઇ કરવામાં આવી હતી. ભગવતી તિવારીએ કહ્યું કે, અમે ભાવના નામની યુવતીને અમારી પુત્રવધુ બનાવી હતી પરંતુ જે અમારા ઘરે વિદાય થઇને આવી હતી તે ગંગા નામની બીજી કોઇ યુવતી હતી.

આ કરવા પાછળ લગ્નમાં આપવામાં આવેલા સોનાના ઘરેણા અને રોકડ લૂંટવાની પ્લાનિંગ હતી. પોલીસે યુવકના પરિવારજનોએ કરેલી ફરિયાદ પર કન્યાના પિતા અને તેમની દીકરી સહિત ચાર લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો.

છોકરાના પરિવારજનોએ યુવતીની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, યુવતીના પિતા પરમાલે લગ્ન બાદ છોકરાના ઘરેણા અને રોકડ લૂંટીને લઇ આવવા કહ્યુ હતું. તેના બદલામાં તેને રૂપિયાની લાલચ આપવામાં આવી હતી.

ગોહદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય ઇક્કાએ કહ્યુ કે, જે યુવતીને કન્યા બનાવીને મોકલવામાં આવી હતી તે કોલકત્તાની રહેવાસી છે. કેટલાક દિવસ અગાઉ તેનો બોયફ્રેન્ડ તેને ભિંડમાં વેચીને ગયો હતો. પરંતુ તે આરોપી પરમાલના  સંપર્કમાં આવી હતી.

Leave a Reply

You cannot copy content of this page