પાડોશી પ્રેમિકા સાથે સંબંધ બાંધવા પ્રેમીએ જ પોતાના ઘરમાંથી બનાવી એક ગુપ્ત સુરંગ, આ જોઈને તો પતિ પણ ચોંકી ગયો પછી…..

લોકડાઉન બાદ ફરી એકવાર ધંધા-રોજગાર શરૂ થઈ ગયા છે ત્યારે એક પરિણીત વ્યક્તિએ પાડોશી મહિલા સાથે સંબંધ રાખવા માટે ઘરની નીચે સુરંગ બનાવી દીધી હતી. મહિલા પતિની સાથે ઘરમાં રહેતી હતી પરંતુ જ્યારે મહિલાનો પતિ કામ પર જતો ત્યારે તે પરિણીત સુરંગ મારફતે તે પાડોશી મહિસા સાથે સંબંધ બાંધવા જતો હતો. પાડોશી મહિલા સાથે પ્રેમ કરવા તેના ઘર સુધી ભોંયરુ બનાવ્યું આ ઘટના મેક્સિકોની છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુરંગને ખૂબ જ સારી રીતે તૈયાર કરી હતી. મહત્વની વાત એ છે કે, આ સુરંગ ઘણાં સમય પહેલાં તૈયાર કરવામાં આવી હતી. જોકે પકડાઈ ગયા બાદ અલ્બર્ટોએ જ્યોર્જને વિનંતી કરી કે તે તેમની પત્નીને અફેર બાબતે ન જણાવે. જોકે જ્યોર્જે તેની વિનંતી ઠુકરાવી દીધી હતી અને બંને એક બીજાની સાથે ઝઘડવા લાગ્યા હતાં. ત્યાર બાદ પોલીસને બોલાવવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે, પ્રેમી પરિણીત યુવકનું નામ અલ્બર્ટો છે. અલ્બર્ટો મેક્સિકોના તિજુઆન વિસ્તારમાં રહે છે. તે પડોશી મહિલા પામેલાના ઘર સુધી જવા માટે ખોદીને એક ખાનગી સુરંગ બનાવી હતી. આ અફેરનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક દિવસ પામેલાનો પતિ જ્યોર્જ પોતાના કામથી જલદી ઘરે આવી ગયો હતો અને તે દરમિયાન પત્ની પ્રેમી સાથે મજા માણતી હતી અને રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.

પતિએ જોયું કે, અલ્બર્ટો એક કાઉચની પાછળ છુપાયેલો છે અને પછી તે ગુમ થઈ ગયો હતો. જ્યોર્જે બેડરૂમમાં અલ્બર્ટોને ખૂબ જ સમય સુધી શોધ્યો પરંતુ તે મળ્યો નહતો. પોતાના ઘરથી અચાનક અલ્બર્ટોના ગાયબ થયા પછી જ્યોર્જે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે તેણે કાઉચ નીચે એક પોલાણ દેખાણું જ્યારે જ્યોર્જે સુરંગમાં ઉતરીને આગળ સુધી ગયો તો તે અલ્બર્ટોના ઘર સુધી પહોંચી ગયો હતો.

Leave a Reply

You cannot copy content of this page