જવાન સૈનાની નોકરીમાંથી પરત ફર્યો ગામવાસીઓએ હથેળી પાથરીને કર્યું સ્વાગત

મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં ભારતીય સૈન્યની 21 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી પરત આવેલા સૈનિકનું નગરજનો દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું. લોકોએ સૈનિકને આવકારવા જમીન પર તેમની હથેળી રાખી દીધી હતી. ગૃહપ્રવેશ સાથે, લોકોએ ડીજે અને ઢોલ-નગારા પર નાચતા-ગાતા પૂર્વ સૈનિકને ઘોડા ઉપર બેસાડીને નગરનું ભ્રમણ કરાવ્યુ હતુ.

વાસ્તવમાં, મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ઠીકરીમાં રહેતા નિર્ભયસિંહ ચૌહાણ દેશ સેવક તરીકે સૈન્યમાં 21 વર્ષ સેવા પૂર્ણ કર્યા પછી, તેમના વતન ઠીકરી પહોંચ્યા હતા. જેના કારણે નગરજનોએ તેમનું સ્વાગત કરવા તેમના હથેળીઓ જમીન પર મૂકી હતી. લોકોએ સૈનિકનું આવું અભૂતપૂર્વ સ્વાગત કર્યું, જેના દરેક લોકો કાયલ થઈ ગયા.

સેનામાં હેડ કોન્સ્ટેબલ રહી ચૂકેલા નિર્ભય સિંહ કહે છે કે મેં આ સન્માનની કલ્પના પણ નહોતી કરી. લોકોએ મને તેમની હથેળીઓ ઉપર મારા પગલા રાખી અને ઘરની અંદર પ્રવેશ કરાવ્યો. તે મારા માટે એક બહુજ સન્માનની વાત છે અને હું તેના માટે ખૂબ આભારી છું.

ગામના લોકો અને પરિવારજનોએ ગોપી વિહાર કોલોનીથી સાર્થક નગર સુધીની ઢોલ અને ડીજે સાથે આશરે દોઢ કિલોમીટરની સ્વાગત યાત્રા કાઢી હતી. તેમાં નિર્ભયસિંહ ઘોડા પર બેઠા હતા. લોકો ડીજે પર વગતા દેશભક્તિના ગીતોની ધૂન પર નાચતા અને હાથમાં તિરંગો લહેરાવીને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ દર્શાવતા હતા. એટલું જ નહીં, સૈનિક તેમના ઘરે પહોંચ્યા ત્યારે લોકોએ તેમના હથેળીઓ ફેલાવ્યા.

નિર્ભય સિંહનું કહેવુ છે કે મારું જે રીતે સ્વાગત કરાયુ છે તે મને બહુજ સારું લાગ્યુ છે. હવે હું મારી ઉંમરના ત્રીજા તબક્કામાં છું, જો મને તક મળશે તો હું ચોક્કસપણે સમાજ સેવા કરીશ.

મારા હ્રદયમાં હંમેશા દેશ સેવા રહી છે. આ હેતુથી હું સમાજ સેવા પણ કરીશ, માતૃભૂમિની પણ સેવા કરીશ. હું ઈચ્છું છું કે મને સેવા કરવાની તક મળી અને હું સેવા કરુ.

Leave a Reply

You cannot copy content of this page