કરીના-સૈફ આ તારીખે બનશે પેરેન્ટ્સ, ઘરમાં ચાલી રહી છે તડામાર તૈયારીઓ

કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના બીજા સંતાનના સ્વાગતની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ઘરમાં આવનાર નવા મહેમાનની ડિલીવરીથી લઈને તેના કપડાં સુધી તમામ તૈયારી આ કપલે કરી લીધી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના પહેલા પુત્ર તૈમુરની સાળસંભાર સમયે બધું શીખી લીધું છે જેને લઈને કરિના અને સૈફે એક નિર્ણય કર્યો છે. જોકે ફોટોગ્રાફર્સના કારણે તૈમુરનો જન્મતાની સાથે જ સેલિબ્રિટિઝ સ્ટેટ્સની સાથે થય હતો. જ્યારે પણ આ કપલ તૈમુરની સાથે ઘરની બહાર નીકળે તો ફોટોગ્રાફર્સ દરેક જગ્યાએ તેનો પીછો કરતાં જોવા મળે છે. એવામાં સૈફ અને કરીના બીજા સંતાન માટે એવો માહોલથી બચવાનો નિર્ણય કરી ચૂક્યા છે. તે પોતાના સંતાન માટે ફોટોગ્રાફર્સનું એટલું ટેન્શન ઈચ્છતા નથી.

પરિવારના નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સૈફ અને કરીનાએ મીડિયાથી પ્રાઈવેસીની અપીલ કરી છે. એક તસવીર ક્લિક કરવા માટે દોડધામ કરવાની પણ ના પાડી છે. પરંતુ આ કપલને એ પણ ખબર છે કે, ચાહકો આ ખુશીને લઈને બહુ જ ઉત્સુક છે. આ માટે બન્ને સોશિયલ મીડિયા પર તમામ જાણકારી આપવાનો નિર્ણય કર્યો છે.

કરીનાએ પ્રેગ્નન્સી પીરિયડમાં પ્રોફેશન પર પૂરું ધ્યાન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે આજકાલ તે શૂટિંગમાં ઘણી જ વ્યસ્ત છે. કરીના પ્રેગ્નન્ટ હોવાથી સેટ પર ઘણું જ ધ્યાન રાખવામાં આવે છે. કરીનાની આસપાસ જેટલાં લોકો પણ છે, તેમના કોવિડ 19ના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમના આવવા દેવામાં આવે છે.

કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીમાં સતત કામ કરવાથી તમારી ચિંતાઓ ઓછી થાય છે અને તે હેલ્થી લાઈફસ્ટાઈલ જીવવામાં માને છે. તે કોઈ પણ રીતે પોતના જીવનમાં ફેરફાર કરવા માતી નથી. તે યોગ પણ કરે છે. યોગથી સ્ટ્રેસ ઓછો થાય છે તથા ઈમ્યુનિટીમાં વધારો થાય છે. આ સાથે જ બૉડી લેબરપેન માટે તૈયાર થાય છે.

કરીના કપૂર ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે બાળકને જન્મ આપશે. નવ મહિના પૂરા થઈ જતાં કરીનાના પગમાં ઘણાં જ સોજા આવી ગયા છે અને તેના માટે ચાલવું-ફરવું મુશ્કેલ બની ગયું છે. આ બધુંય થતું હોવા છતાંય કરીના આરામ કરવાને બદલે કામ કરી રહી છે. કરીના બાંદ્રા સ્થિત ઘરની બહાર જોવા મળી હતી. અહીંયા તે હેરાન-પરેશાન થઈને કોઈકની રાહ જોતી હોય તેમ લાગતું હતું. આ તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ છે.

જોકે, હાલ કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર કરીનાના ફોલોઅર પણ બહુ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, કરીના પોતના સંતાનની સાથે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને ડિલીવરીને લઈને તમામ જાણકારી આપશે. આ કરવાથી કપલ અને સંતાનની પ્રાઈવેસી પણ રહેશે અને ચાહકોને ખુશી મનાવવાની તક પણ મળશે.

Leave a Reply

You cannot copy content of this page