હિરોઈનને પણ ટક્કર મારે છે આ સાઉથ સુપરસ્ટારની સુંદર પત્નીઓ, લાગે એવી વટનો કટકો કે નજર નહીં હટાવી શકો!

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘પુષ્પા’નું શૂટિંગ ચાલી રહ્યું છે, પણ આ વચ્ચે ટીમના કેટલાક સભ્યો કોરોના સંક્રમિત થયાં છે. જેને લીધે મેકર્સે જાન્યુઆરી સુધી ફિલ્મનું શૂટિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે અલ્લુ અર્જુન પણ પોતાની પત્ની-બાળકો સાથે હૈદરાબાદ જતો રહ્યો છે. તેલુગુ ફિલ્મમાં રોમેન્ટિક ઇમેજવાળા અલ્લુ અર્જુને 6 માર્ચ, 2011માં હૈદરાબાદમાં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યાં હતાં. અલ્લુ અને સ્નેહાની પહેલી મુલાકાત કૉમન ફ્રેન્ડ્સ દ્વારા એક લગ્નમાં થઈ હતી. અલ્લુને સ્નેહા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. કપલને બે બાળકો છે. દીકરા અલ્લુ અયાન અને દીકરી અલ્લુ અરહા. તો અમે તમને જણાવીએ સાઉથના સુપરસ્ટાર્સની પત્ની વિશે.

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી
અલ્લુ અને સ્નેહાની પહેલી મુલાકાત કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ એક લગ્નમાં થઈ હતી. અલ્લુએ સ્નેહાને પહેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો હતો. અલ્લુ અર્જુન વેટરન એક્ટર ચિરંજીવીનો ભાણિયો છે. તેમની મા નિર્મલા ચિરંજીવીની બહેન છે. આ સંબંધથી અલ્લુ ચિરંજીવીના દીકરા રામચરણ તેજાનો ભાઈ પણ છે.

સૂર્યા અને જ્યોતિકા
એક્ટર, પ્રોડ્યુસર અને ટેલીવિઝન પ્રેઝન્ટર સૂર્યા (સરવણન શિવકુમાર)એ પોતાની કોસ્ટાર જ્યોતિકા સાથે લગ્ન કર્યાં છે. ઘણાં વર્ષ રિલેશનશિપમાં રહ્યાં પછી બંનેએ વર્ષ 2006માં લગ્ન કર્યાં હતાં. બંનેને બે બાળકો છે. દીકરી દિયા અને દીકરો દેવ.

જૂનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિ
જૂનિયર એનટીઆરે લક્ષ્મી પ્રણતિ સાથે માર્ચ, 2011માં સગાઈ કરી હતી. તે સમયે લક્ષ્મી નાબાલિક હતી. એવામાં વિજયવાડાના વકીલ સિંગુલુરી શાંતિ પ્રસાદે જૂનિયર એનટીઆર વિરુદ્ધ ચાઇલ્ડ મેરેજ એક્ટ મુજબ કેસ દાખલ કર્યો હતો. વકીલનું કહેવું હતું કે, ‘તે જે બિઝનેસમેન (તેલુગુ ચેનલના માલિક) નર્ને શ્રીનિવાસ રાવની દીકરી સાથે લગ્ન કરી રહ્યાં છે. તેમની ઉંમર માત્ર 17 વર્ષ છે.’ આ પછી કાયદાકીય મુશ્કેલીઓથી બચવા માટે જૂનિયર એનટીઆરે 5 મે, 2011માં પ્રણતિ 18 વર્ષની થયાં પછી લગ્ન કર્યાં. બંનેને અત્યારે એક દીકરો છે. જેનું નામ અભય રામ છે.

રામચરણ તેજા અને ઉપાસના
પ્રિયંકા ચોપરાની ઓપોઝિટ ફિલ્મ ‘ઝંઝીર’માં જોવા મળનાર સાઉથના એક્ટર રામચરણ તેજાએ 14 જૂન, 2012માં અપોલો હોસ્પિટલના એક્ઝિક્યૂટિવ ચેરમેન પ્રતાપ સી. રેડ્ડીની પૌત્રી ઉપાસના કમિનેની સાથે લગ્ન કર્યાં છે. તેમણે વર્ષ 2016માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. જેનું નામ ‘કેન્નિડેલા પ્રોડક્શન કંપની’ છે. રામચરણ એક્ટર ચિરંજીવીનો દીકરો છે.

આર માધવન અને સરિતા બિરજે
‘રહેના હૈ તેરે દિલ મેં’, ‘રંગ દે બસંતી’, ‘3 ઇડિયટ્સ’, ‘તનુ વેડ્સ મનુ’ સહિતની ફિલ્મો સાથે સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં જોવા મળનારા આર માધવને વર્ષ 1999માં સરિતા બિરજે સાથે લવ મેરેજ કર્યાં હતાં. માધવન અને સરિતાનો એક દીકરો છે. જેનું નામ વેદાંત માધવન છે.

મહેશ બાબૂ અને નમ્રતા
વર્ષ 2005માં મહેશ બાબૂએ મિસ ઇન્ડિયા અને બોલિવૂડ એક્ટ્રસ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યાં હતાં. મહેશ બાબૂ નમ્રતાથી ઉંમરમાં ત્રણ વર્ષ નાના છે. મહેશ-નમ્રતાને બે બાળકો દીકરો ગૌતમ અને દીકરી સિતારા છે.

નાગાર્જુન અને અમાલા
નાગાર્જુને વર્ષ 1990માં પોતાની પહેલી પત્ની લક્ષ્મીને છૂટાછેડા આપી અમાલા સાથે લગ્ન કરી લીધા હતાં. તેમના બે દીકરા નાગા ચૈતન્ય (પહેલી પત્નીના) અને અખિલ અક્કિનેની બીજી પત્ની અમાલાના છે.

ધનુષ અને ઐશ્વર્યા
‘રાંઝણા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારા સાઉથના સુપરસ્ટાર ધનુષે રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે વર્ષ 2004માં લગ્ન કર્યાં હતાં. ઐશ્વર્યા ડિરેક્ટર, ડાન્સર, સિંગર, રાઇટર સાથે આંત્રપેન્યોર પણ છે.

અજીત કુમાર અને શાલિની
અજીત કુમારે ફિલ્મ ‘અમરકલમ’માં કોસ્ટાર શાલિની સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 1999માં અજિતને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને વર્ષ 2000માં બંનેએ લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો અનુષ્કા અને દીકરો અદવિક છે.

વિજય અને સંગીતા
ફૅમશ સાઉથ ઇન્ડિયન એક્ટર વિજયે શ્રીલંકાની સંગીતા સૂર્ણલિંગમ સાથે વર્ષ 1999માં લગ્ન કર્યાં હતાં. બંનેને બે બાળકો સંજય અને દીકરી દિવ્યા છે. આમ તો ફિલ્મોમાં વિજયે ઘણી હીરોઇન સાથે રોમાન્સ કર્યો છે, પણ રિઅલ લાઇફમાં તે પોતાના એક ફેનને દિલ આપી બેઠા હતા. વિજયની આ ફેન અત્યારે તેમની પત્ની છે. વિજયની ફેન સંગીતા સૂર્ણલિંગમ તેમની એક્ટિંગની ફૅન હતી. એકવાર તે તેમને મળવા માટે સેટ પર આવી હતી. આ પછી ફેનને વિજયે પોતાની જીવનસાથી બનાવી લીધી.

પૃથ્વીરાજ સુકુમારન અને સુપ્રિયા
ઐશ્વર્યા રાય સાથે ‘રાવન’ અને રાની મુખર્જીની ફિલ્મ ‘અઇયા’માં જોવા મળેલા સાઉથ એક્ટર પૃથ્વીરાજે વર્ષ 2011માં સુપ્રિયા મેનન સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2014માં બંનેને ત્યાં દીકરીનો જન્મ થયો હતો.

રજનીકાંત અને લતા
સિમ્પલ લાઇફ જીવવામાં વિશ્વાર કરનારા રજનીકાંત ફિલ્મી પડદા સાથે-સાથે રિઅલ જિંદગીમાં પણ ખૂબ જ રોમેન્ટિક છે. રજનીકાંત અને લતાની પહેલી મુલાકાત ઇન્ટરવ્યૂ દરમિયાન થઈ હતી. રજનીકાંતે કોલેજના મેગેઝિન માટે ઇન્ટરવ્યૂ લેવા આવેલી સ્ટૂડન્ટ લતા રંગાચારીની પહેલી મુલાકાત લગ્ન માટે પ્રપોઝ કરી દીધા હતાં. આ પ્રપોઝલ સાંભળી લતા શરમાઈ ગઈ હતી. જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘પેરેન્ટ્સ પાસે જઈને મંજૂરી માગી લે.’ ઇન્ટરવ્યૂથી શરૂ થયેલી તેમની કહાણી 26 ફેબ્રુઆરી, 1981ના લગ્નમાં બદલાઈ ગઈ. બંનેને બે દીકરી ઐશ્વર્યા અને સૌંદર્યા.

Leave a Reply

You cannot copy content of this page